ક્રિયાત્મક સંશોધન PDF
Kriyatmak Sanshodhan PDF
ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને વ્યાખ્યાઃ
અર્થ :
- શિક્ષકને શિક્ષણ કાર્યમાં ચોકકસ મુશ્કેલીઓ નડી, તે મુશ્કેલીઓના તે સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિકઢબે વિચારીને કામ કરવું તે ક્રિયાત્મક સંશોધન.
વ્યાખ્યા :
- “પૂર્વગ્રહ કે પક્ષપાત વગર વૈજ્ઞાનીક અને પરલક્ષી દ્રષ્ટિથીજે સંશોધનો પ્રશ્નોના કોડયાઓ ના ઉકેલ માટે થાય તેને ક્રિયાત્મક સંશોધન કહિ શકાય” -ડો. સ્ટીફન કોરે
- “પોતાના કાર્યન વણઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ મેળવવા અને પોતાના કાર્યને સુધારવા વ્યકિતકે જૂથ પોતાના કાર્યનો પધ્ધતીસર અભ્યાસ કરે તેને ક્રિયાત્મક સંશોધન કહી શકાય” – જાન ફાન્ટેક
ક્રિયાત્મક સંશોધનના લક્ષણો :
- ક્રિયાત્મક સંશોધન શાળા કે વર્ગની સમસ્યાઓના તાત્કાલીક ઉકેલ માટે હોય છે.
- ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિકઢબે હાથ ધરાય છે.
- ક્રિયાત્મક સંશોધન માટેની સમસ્યાનું સ્વરૂપ સાદુ હોય છે.
- ક્રિયાત્મક સંશોધન ઉપચારાત્મક કાર્યના ભાગ સ્વરૂપે હાથ ધરાતું વ્યકિતગત સંશોધન છે.
- ક્રિયાત્મક સંશોધનમાં અન્ય શિક્ષકો અને આચાર્યના સહકારથી સફળતા પ્રાપ્ત થાય છે.
- ક્રિયાત્મક સંશોધનો ભવિષ્યના વિશાળ સંશોધન માટે ઉત્કલ્પનાઓ પુરી પાડે છે.
wp-1683559442840
ક્રિયાત્મક સંશોધનનું મહત્વઃ
- વર્ગખંડ અને શાળામાં ઉદભવતી વિવિધ સમસ્યાઓનો વૈજ્ઞાનિકઢબે અભ્યાસ કરી શકાય છે.
- સંશોધનનું સ્વરૂપ વ્યવહારીક અને વાસ્તવીક હોવાથી શિક્ષણની સુધારણામાં નકકર ફાળો આપે છે. અને સંશોધનનું મૂલ્યાંકન પણ થઈ શકે છે.
- શિક્ષકોની સજજતામાં વધારો થાય છે, તેઓને વર્ગખંડની અને શાળાની રોજીંદા કાર્યને લગતી સમસ્યાઓ ઉકેલવાની સુઝ પ્રાપ્ત થાય છે.
- ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષણકાર્ય વધુ અસરકારક અને સફળ બનાવી શકાય છે.
- વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ સાધવા ક્રિયાત્મક સંશોધન નોંધપાત્ર ઉપયોગી છે.
- ક્રિયાત્મક સંશોધન શાળાના સમગ્ર આયોજન અને કાર્યપધ્ધતીમાં સુધારણા લાવવામાં અત્યંત ઉપયોગી છે.
ક્રિયાત્મક સંશોધનની મર્યાદા :
ક્રિયાત્મક સંશોધનના સોપાનો :
- સમસ્યા
- સમસ્યા ક્ષેત્ર
- પાયાની જરૂરી માહિતી
- ઉત્કલ્પનાઓ
- સમસ્યાના સંભવિત કારણો
- મૂલ્યાંકન
- પ્રયોગકાર્ય ની રૂપરેખા
- તારણ અને પરિણામ
ક્રિયાત્મક સંશોધનના ખુબ જ અગત્યના પ્રશ્નો :
1. ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ હતા ?
જવાબ :- સ્ટીફન કોર
2. ક્રિયાત્મક સંશોધનનું પ્રારંભિક કાર્ય કયા દેશમાં થયું હતું ?
જવાબ :- અમેરિકા
3. ક્રિયાત્મક સંશોધન શેનો ઉકેલ આપે છે ?
જવાબ :- શિક્ષકની રોજબરોજની સમસ્યાનો સ્થાનિક ઉકેલ આપે છે.
4. ક્રિયાત્મક સંશોધનમાં કઈ સમસ્યાના ઉકેલ મેળવવા કાર્ય થાય છે ?
જવાબ :- વર્ગખંડ કે શાળાની સમસ્યા
5. ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે ?
જવાબ :- જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ
6. ક્રિયાત્મક સંશોધન કેટલી વ્યક્તિ હાથ ધરી શકે ?
જવાબ :- એક કરતા વધુ પરંતુ લગભગ 10 જેટલી વ્યક્તિ
7. ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા પ્રકારની હોય છે ?
જવાબ :- જો….. તો…..
8. ક્રિયાત્મક સંશોધનના પરિણામો કોને ઉપયોગી છે ?
જવાબ :- કોઈ એક શાળા કે કોઈ એક વર્ગ
9. ક્રિયાત્મક સંશોધનનું લક્ષણ કયું છે ?
જવાબ :- શિક્ષક હાથ ધરે, ટૂંકાગાળાનું અને બિન ખર્ચાળ
10. જો કોઈ કારણમાં શિક્ષક કશું કરી શકે એમ ન હોય તો તે માટે શું કરવામાં આવે છે ?
જવાબ :- તે કારણ પડતું મુકાય છે.
11. જો ક્રિયાત્મક સંશોધનમાં અપેક્ષિત સફળતા ન મળે તો શું કરવામાં આવે છે ?
જવાબ :- શા માટે ક્રિયાત્મક સંશોધન નિષ્ફળ રહ્યું તેના કારણો શોધી ફરી ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે.
12. ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે ?
જવાબ :- પ્રયોગકાર્યની રૂપરેખા
13. સંશોધન એટલે શું ?
જવાબ :- સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની વૈજ્ઞાનિક રીત
14. સંશોધનના મુખ્ય ત્રણ પ્રકારો કયા છે ?
જવાબ :-
1. મુલગત સંશોધન કે પાયાનું સંશોધન
2. ઉપયોગિતા મૂલક સંશોધન કે વ્યવહારિક સંશોધન
3. ક્રિયાત્મક સંશોધન
15. ક્રિયાત્મક સંશોધન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?
જવાબ :- કોલીયરે
16. ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ વિચાર સ્ટીફન કોરે ક્યારે રજૂ કર્યો ?
જવાબ :- 1957
17. ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઇ યોજના છે – આ વિધાન કોનું છે ?
જવાબ :- ગુણવંત શાહ
18. ક્રિયાત્મક સંશોધન એ…..
જવાબ :- શિક્ષકની વર્ગખંડની રોજબરોજની સમસ્યાનો ઉકેલ આપે છે.
19. વ્યવહારુ સંશોધનની શરતો ક્રિયાત્મક સંશોધનમાં અજમાયશી કરતા કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે ?
જવાબ :- ગૂંચવડાપૂર્ણ
20. ક્રિયાત્મક સંશોધન સંબંધિત નીચેની કઈ બાબત સત્ય છે ?
જવાબ :- ક્રિયાત્મક સંશોધનની સમસ્યા વાસ્તવિકતામાંથી જન્મે છે.
21. ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે ?
જવાબ :- આઠ
22. ક્રિયાત્મક સંશોધનનું કયું સોપાન સંશોધનની દીવાદાંડી સમાન છે.
જવાબ :- પ્રયોગકાર્યની રૂપરેખા
23. બે કે તેથી વધુ પરિવર્ત્યો વચ્ચેનું ધારણાત્મક કથન એટલે શું ?
જવાબ :- ઉત્કલ્પના
24. ક્રિયાત્મક સંશોધનના મૂલ્યાંકનના સોપાનનું મહત્વ શું છે ?
જવાબ :- પ્રયોગની સફળતા કે નિષ્ફળતા મૂલ્યાંકનથી જાણી શકાય છે.
25. ક્રિયાત્મક સંશોધન માટેની પાયાની માહિતીનો સ્ત્રોત કયો નથી ?
જવાબ :- સંશોધનના પુસ્તકમાં આપેલી માહિતી
DOWNLOAD PDF