Site icon SS EDUCATION

ક્રિયાત્મક સંશોધન PDF| Kriyatmak Sanshodhan PDF

 

ક્રિયાત્મક સંશોધન PDF

Kriyatmak Sanshodhan PDF

 

 

ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને વ્યાખ્યાઃ

 

અર્થ : 

 

વ્યાખ્યા : 

 

 

ક્રિયાત્મક સંશોધનના લક્ષણો :  

 
આપેલ વ્યાખ્યાઓ પરથી ક્રિયાત્મક સંશોધનના લક્ષણો આ પ્રમાણે તારવી શકાય. 

 

wp-1683559442840

 

ક્રિયાત્મક સંશોધનનું મહત્વઃ 

 
શિક્ષક પોતાના અધ્યાપનને લગતીકે વિદ્યાર્થીઓના અધ્યનને લગતી કે વિદ્યાર્થીઓનાં વર્તનને લગતી સમસ્યા અંગે પોતે જ નાના પાયા પરનું સંશોધન કરી સમસ્યાઓનો ઉકેલ શોધે છે. આ પ્રકારના સંશોધનનું મહત્વ નીચે મુજબ છે. 
 
  • વર્ગખંડ અને શાળામાં ઉદભવતી વિવિધ સમસ્યાઓનો વૈજ્ઞાનિકઢબે અભ્યાસ કરી શકાય છે. 
  • સંશોધનનું સ્વરૂપ વ્યવહારીક અને વાસ્તવીક હોવાથી શિક્ષણની સુધારણામાં નકકર ફાળો આપે છે. અને સંશોધનનું મૂલ્યાંકન પણ થઈ શકે છે. 
  • શિક્ષકોની સજજતામાં વધારો થાય છે, તેઓને વર્ગખંડની અને શાળાની રોજીંદા કાર્યને લગતી સમસ્યાઓ ઉકેલવાની સુઝ પ્રાપ્ત થાય છે. 
  • ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષણકાર્ય વધુ અસરકારક અને સફળ બનાવી શકાય છે. 
  • વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ સાધવા ક્રિયાત્મક સંશોધન નોંધપાત્ર ઉપયોગી છે.
  • ક્રિયાત્મક સંશોધન શાળાના સમગ્ર આયોજન અને કાર્યપધ્ધતીમાં સુધારણા લાવવામાં અત્યંત ઉપયોગી છે.

 

ક્રિયાત્મક સંશોધનની મર્યાદા : 

 
ક્રિયાત્મક સંશોધન એ વ્યવહારુ સંશોધન છે. તેમાંથી સ્થાનિક કક્ષાએ ઉદભવતી સમસ્યાઓ હલ કરી શકાય છે. શિક્ષણની સુધારણા માટે તે અતિઉપયોગી સંશોધન છે, આમ, છતાં તેની મર્યાદાઓ પણ છે જે નીચે મુજબ છે. 
 
( ૧ ) આવા સંશોધનો મર્યાદિત ગુણવતાવાળા હોય છે. 
( ૨ ) સામાન્ય શિક્ષકો પાસે સંશોધનો હાથ ધરવાની સૂઝનો અભાવ હોય છે. તેથી તેઓ ઉદાસીનતા દર્શાવે છે. 
( ૩ ) આ પ્રકારના સંશોધનો સમસ્યા ઉકેલની પ્રાથમિક તપાસ માટે જ હોય છે. 
( ૪ ) આ સંશોધનો દ્વારા એક શિક્ષકને મળેલ સમસ્યાના ઉકેલ અન્ય શિક્ષક માટે ઉપયોગી થાય જ તેવું ન બને. 
 
દરેક કાર્યને પોતાની મર્યાદા હોય છે, તે મર્યાદા સ્વિકારી તેમાંથી મેળવી શકાતી સારી બાબતો મેળવવા મથવું જોઈએ. 
 

ક્રિયાત્મક સંશોધનના સોપાનો : 

 
  1. સમસ્યા 
  2. સમસ્યા ક્ષેત્ર 
  3. પાયાની જરૂરી માહિતી 
  4. ઉત્કલ્પનાઓ 
  5. સમસ્યાના સંભવિત કારણો 
  6. મૂલ્યાંકન 
  7. પ્રયોગકાર્ય ની રૂપરેખા 
  8. તારણ અને પરિણામ

 

ક્રિયાત્મક સંશોધનના ખુબ જ અગત્યના પ્રશ્નો :

 

1. ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ હતા ?

જવાબ :- સ્ટીફન કોર

2. ક્રિયાત્મક સંશોધનનું પ્રારંભિક કાર્ય કયા દેશમાં થયું હતું ?

જવાબ :- અમેરિકા

3. ક્રિયાત્મક સંશોધન શેનો ઉકેલ આપે છે ?

જવાબ :- શિક્ષકની રોજબરોજની સમસ્યાનો સ્થાનિક ઉકેલ આપે છે.

4. ક્રિયાત્મક સંશોધનમાં કઈ સમસ્યાના ઉકેલ મેળવવા કાર્ય થાય છે ?

જવાબ :- વર્ગખંડ કે શાળાની સમસ્યા

5. ક્રિયાત્મક સંશોધન કોણ હાથ ધરી શકે ?

જવાબ :- જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓ

6. ક્રિયાત્મક સંશોધન કેટલી વ્યક્તિ હાથ ધરી શકે ?

જવાબ :- એક કરતા વધુ પરંતુ લગભગ 10 જેટલી વ્યક્તિ

7. ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા પ્રકારની હોય છે ?

જવાબ :- જો….. તો…..

8. ક્રિયાત્મક સંશોધનના પરિણામો કોને ઉપયોગી છે ?

જવાબ :- કોઈ એક શાળા કે કોઈ એક વર્ગ

9. ક્રિયાત્મક સંશોધનનું લક્ષણ કયું છે ?

જવાબ :- શિક્ષક હાથ ધરે, ટૂંકાગાળાનું અને બિન ખર્ચાળ

10. જો કોઈ કારણમાં શિક્ષક કશું કરી શકે એમ ન હોય તો તે માટે શું કરવામાં આવે છે ?

જવાબ :- તે કારણ પડતું મુકાય છે.

11. જો ક્રિયાત્મક સંશોધનમાં અપેક્ષિત સફળતા ન મળે તો શું કરવામાં આવે છે ?

જવાબ :- શા માટે ક્રિયાત્મક સંશોધન નિષ્ફળ રહ્યું તેના કારણો શોધી ફરી ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે.

12. ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે ?

જવાબ :- પ્રયોગકાર્યની રૂપરેખા

13. સંશોધન એટલે શું ?

જવાબ :- સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની વૈજ્ઞાનિક રીત

14. સંશોધનના મુખ્ય ત્રણ પ્રકારો કયા છે ?

જવાબ :-

1. મુલગત સંશોધન કે પાયાનું સંશોધન

2. ઉપયોગિતા મૂલક સંશોધન કે વ્યવહારિક સંશોધન

3. ક્રિયાત્મક સંશોધન

15. ક્રિયાત્મક સંશોધન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો ?

જવાબ :- કોલીયરે

16. ક્રિયાત્મક સંશોધનનો સૌપ્રથમ વિચાર સ્ટીફન કોરે ક્યારે રજૂ કર્યો ?

જવાબ :- 1957

17. ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઇ યોજના છે – આ વિધાન કોનું છે ?

જવાબ :- ગુણવંત શાહ

18. ક્રિયાત્મક સંશોધન એ…..

જવાબ :- શિક્ષકની વર્ગખંડની રોજબરોજની સમસ્યાનો ઉકેલ આપે છે.

19. વ્યવહારુ સંશોધનની શરતો ક્રિયાત્મક સંશોધનમાં અજમાયશી કરતા કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે ?

જવાબ :- ગૂંચવડાપૂર્ણ

20. ક્રિયાત્મક સંશોધન સંબંધિત નીચેની કઈ બાબત સત્ય છે ?

જવાબ :- ક્રિયાત્મક સંશોધનની સમસ્યા વાસ્તવિકતામાંથી જન્મે છે.

21. ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે ?

જવાબ :- આઠ

22. ક્રિયાત્મક સંશોધનનું કયું સોપાન સંશોધનની દીવાદાંડી સમાન છે.

જવાબ :- પ્રયોગકાર્યની રૂપરેખા

23. બે કે તેથી વધુ પરિવર્ત્યો વચ્ચેનું ધારણાત્મક કથન એટલે શું ?

જવાબ :- ઉત્કલ્પના

24. ક્રિયાત્મક સંશોધનના મૂલ્યાંકનના સોપાનનું મહત્વ શું છે ?

જવાબ :- પ્રયોગની સફળતા કે નિષ્ફળતા મૂલ્યાંકનથી જાણી શકાય છે.

25. ક્રિયાત્મક સંશોધન માટેની પાયાની માહિતીનો સ્ત્રોત કયો નથી ?

જવાબ :- સંશોધનના પુસ્તકમાં આપેલી માહિતી

 

action Research - kriyatmak Sanshodhan

 

DOWNLOAD PDF

ક્રિયાત્મક સંશોધન

Exit mobile version