STD 12 ACCOUNT IMP QUESTIONS 2023

STD 12 ACCOUNT IMP QUESTIONS 2023

Std 12 most imp question
STD 12 ACCOUNT MOST IMP MCQ
અહી કુલ 10 લિબર્ટીના પેપર આપવામાં આવ્યા છે…
લિબર્ટી પ્રકાશનને આ કાર્યક્ષેત્ર એટલે કે ફિલ્ડમાં 35 વર્ષ કરતા પણ વધુનો અનુભવ છે…
માટે આ જે પ્રશ્નો આપવામાં આવ્યા છે એની ખૂબ જ સારી રીતે તૈયારી કરવું….
જે તમને બોડની પરીક્ષામાં ખૂબ જ સહાયરૂપ નીવડશે…
STD 12 ACCOUNT LIBERTY PRACTICE PAPER 1
STD 12 ACCOUNT MARCH 2020
SECTION A
1. ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય ?
જવાબ :- ખર્ચ
2. પાઘડીએ ……… નું નાણાકીય મૂલ્ય છે.
જવાબ :- ધંધાકીય એકમની પ્રતિષ્ઠા
3. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન વખતે રોકાણો……… પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે.
જવાબ :- બજાર કિંમતે
4. રિયા, ધ્રુવી અને ઈશા સરખા હિસ્સે નફો નુકશાન વહેંચતા ભાગીદારો છે. ધ્રુવી નિવૃત્ત થાય છે. ધ્રુવીનો ભાગ રિયા અને ઈશાને સરખે હિસ્સે મળે છે. તો રિયા અને ઈશાનું નવું નફા નુકશાનનું પ્રમાણ….. થશે.
જવાબ :- 1 : 1
5. પેઢીના વિસર્જન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળ કયા ખાતે લઈ જવામાં આવે છે ?
જવાબ :- ભાગીદારોના મૂડી ખાતે 
6. કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે ?
જવાબ :- સેબી
7. ડિબેંચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ……….. છે ?
જવાબ :- મૂડી નફો
8. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી ?
જવાબ :- ઉપરના બધા
9. પ્રવાહી ગુણોત્તર એ………
જવાબ :- તરલતાનું માપ દર્શાવે છે.
10. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો …….. કહેવાય.
જવાબ :- પાઘડી માંડી વાળી 
SECTION B
11. અધિક નફાનું સૂત્ર જણાવો.
જવાબ :- સરેરાશ નફો – અપેક્ષિત નફો
12. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું ?
જવાબ :- ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારમાં થતો ફેરફાર.
13. નવા ભાગીદારને મળતા કોઈ પણ બે હક જણાવો.
જવાબ :- નફામાં ભાગ અને પેઢીની મિલકતો પર હક
14. મરજીયાત વિસર્જન એટલે શું ?
જવાબ :- બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે, તેને મરજીયાત વિસર્જન કહે છે.
15. હાલના કંપનીધારાના નિયમ પ્રમાણે કંપની શેરદીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે ?
જવાબ :- ઓછામાં ઓછી રૂ.1
16. ડિબેંચર એટલે શું ?
જવાબ :- કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે છે, તેને ડિબેંચર કહે છે.
17. તુલનાત્મક પત્રક એટલે શું ?
જવાબ :- કંપની જુદા જુદા વર્ષની તુલના કરવા માટે જે પત્રક બનાવે તેને તુલનાત્મક પત્રકો કહે છે.
18. કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય છે ?
જવાબ :- સ્ટોક ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદાર ઉથલો, લેણદાર ઉથલો
19. વ્યાજ આવરણ ગુણોત્તરનું સૂત્ર જણાવો.
જવાબ :-                        
વ્યાજ આવરણ ગુણોત્તર = વ્યાજ અને વેરા પહેલાનો નફો / લાંબા ગાળાના દેવાનું વ્યાજ
20. રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું ?
જવાબ :- રોકડ એટલે હાથ પરની રોકડ સિલક અને રોકડ સમકક્ષ એટલે ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે.
STD 12 ACCOUNT LIBERTY PRACTICE PAPER 2
SECTION A 
1. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે ?
જવાબ :- ખર્ચ
2. અધિક નફો એટલે શું ?
જવાબ :- સરેરાશ નફો – અપેક્ષિત નફો
3. પુનઃ મૂલ્યાંકન ખાતાને ……….. તરીકે પણ ઓળખવામાં આવે છે.
જવાબ :- નફા નુકશાન હવાલા ખાતા
4. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ………. ખાતે ………. પ્રમાણમાં મૂડી ખાતાની ………. બાજુ નોંધાય છે.
જવાબ :- બધા જ ભાગીદારો, જૂના નફા નુકશાન, ઉધાર
5. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચુકવણી કરવામાં આવે છે ?
જવાબ :- વિસર્જન ખર્ચ
6. કંપની તેના શેર, શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે ?
જવાબ :- કોઈ મર્યાદા નથી
7. ડિબેંચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે ?
જવાબ :- બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલ દરે
8. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી ?
જવાબ :- ફર્નિચર
9. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી ?
જવાબ :- ઉપરના બધા
10. ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો……
જવાબ :- બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે.
SECTION B
11. પાઘડી એટલે શું ?
જવાબ :- ધંધાકીય પેઢીની નફો કમાવવાની ક્ષમતા તેમજ ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્ર્શ્ય મિલકત એટલે પાઘડી.
12. લાભનું પ્રમાણ એટલે શું ?
જવાબ :- જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકશાનની વહેંચણીમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફામાં પહેલા કરતા વધારે ભાગ મળે છે. આમ, ભાગીદારના નફાના પ્રમાણમાં જે વધારો થાય તે પ્રમાણને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે.
13. નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ મળે છે ?
જવાબ :- ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય, તો તેને અનુસરીને અથવા બધા જ ચાલુ ભાગીદારોના સર્વાનુમતથી નવા ભાગીદારને પ્રવેશ મળે છે.
4. મરજીયાત વિસર્જન એટલે શું ?
જવાબ :- બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે, તેને મરજીયાત વિસર્જન કહે છે.
15. અનામત મૂડી એટલે શું ?
જવાબ :- મંગાવેલી મૂડી કંપનીના ધંધા માટે પૂરતી હોય અને ભવિષ્યમાં વધુ મૂડીની જરૂરિયાત ન લાગે ત્યારે સંચાલકો નહિ મંગાવેલી મૂડીને અનામત રાખવાનું નક્કી કરે છે, તેને અનામત મૂડી કહે છે.
16. કયા પ્રકારના ડિબેંચર સાથે વ્યાજની કૂપનો આપવામાં આવે છે ?
જવાબ :- બેરર ડિબેંચર
17. નાણાકીય વિશ્લેષણ એટલે શું ?
જવાબ :- નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું કે પરિણામનું ઉંડાણપૂર્વકનું અર્થઘટન એટલે નાણાકીય વિશ્લેષણ.
18. શેર હોલ્ડરના ભંડોળો એટલે શું ?
જવાબ :- શેરહોલ્ડરનાં ભંડોળ એટલે ઈ. શેરમૂડી અને પ્રેફરન્સ શેરમૂડી અને અનામત – વધારો
19. કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચનો સમાવેશ થાય છે ?
જવાબ :- ના
20. રોકડ પ્રવાહ પત્રકનો અર્થ જણાવો.
જવાબ :- વર્ષ દરમિયાન રોકડ અને રોકડ સમકક્ષની આવક – જાવક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક.
STD 12 ACCOUNT LIBERTY PRACTICE PAPER 3
SECTION A 
1. ભાગીદારોની મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે ?
2. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી…….. હોય છે..
3. ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગ ………
4. હિસાબી વર્ષ તા. 31 – 3 – 2016 ના 

Leave a Comment

error: Content is protected !!