Site icon SS EDUCATION

STD 11 ACCOUNT CH 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS
 

 

 
Std 11 Account Part 1 CH 2 || ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1
 
Std 11 Account Part 1 Ch 2 
 
2. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો 
 
STD 11 ACCOUNT IMP
 
-: ઉધાર જમાના નિયમો :-
 
1. વ્યક્તિ ખાતું 
લાભ લેનાર ખાતે ઉધાર
લાભ આપનાર ખાતે જમા
 
2. માલ મિલકત ખાતું
માલ કે મિલકત આવે તો ઉધાર
માલ કે મિલકત જાય તો જમા
 
3. ઉપજ – ખર્ચ ખાતું
ખર્ચ કે નુકશાન ઉધાર
ઉપજ કે લાભ જમા
 
નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
 
1. ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી ?
 
જવાબ :- નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર
 
2. રૂ. 10000 ભાડું ચૂકવ્યું છે, આ કયા પ્રકારનો વ્યવહાર છે ?
 
જવાબ :- સેવાનો રોકડ વ્યવહાર
 
3. નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે ?
 
જવાબ :- રૂ. 5000 નો માલ આગમાં બળી ગયો.
 
4. દેવાદાર – લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે ?
 
જવાબ :- રૂ. 8000 નો માલ બ પાસેથી ખરીદ્યો.
 
5. આવકવેરા રિફંડ કયા ખાતે જમા થાય છે ?
 
જવાબ :- મૂડી ખાતે
 
6. યંત્ર ગોઠવવાની મજૂરી કયા ખાતે ઉધાર થશે ?
 
જવાબ :- યંત્ર ખાતે
 
7. ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?
 
જવાબ :- બે
 
8. કયા વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી ?
 
જવાબ :- બિન આર્થિક
 
9. જે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન થયો હોય તેને કયો વ્યવહાર કહેવાય ?
 
જવાબ :- રોકડ
 
10. જૂના ફર્નિચરના બદલામાં માલ મેળવવો એ કયા પ્રકારનો વ્યવહાર ગણાય ?
 
જવાબ :- વિનિમય
 
11. ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે ?
 
જવાબ :- બે
 
12. બિન વ્યક્તિના ખાતાના કેટલા પ્રકાર છે ?
 
જવાબ :- બે
 
13. મૂડી ખાતું એ કયા પ્રકારનું ખાતું છે ?
 
જવાબ :- વ્યક્તિ ખાતા
 
14. ટપાલ ટિકિટનો સ્ટોક એ ધંધા માટે શું ગણાય ?
 
જવાબ :- મિલકત
 
15. ‘ દુકાન માટે તોલમાલના સાધનો ખરીદ્યા ‘ કયા ખાતે રકમ ઉધાર થશે ?
 
જવાબ :- ડેડ – સ્ટોક ખાતે
 
 
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
 
1. બેવડી અસર એટલે શું ?
 
જવાબ :- બેવડી અસર એટલે પહેલી ઉધાર અસર અને બીજી જમા અસર.
ધંધાનો દરેક વ્યવહાર ઉધાર અને જમા એમ બે અસર ધરાવે છે.
 
2. રોકડ વ્યવહાર એટલે શું ?
 
જવાબ :- જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે અથવા બેંકસિલક વધે કે ઘટે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહે છે.
 
જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ થયો હોય તેવો વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય.
 
3. ઉધાર વ્યવહાર સમજાવો.
 
જવાબ :- વર્તમાનમાં માલ, મિલકત કે સેવાનું ખરીદ – વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના કે લેવાના થાય તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહે છે.
 
 
4. માલના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો.
 
જવાબ :- રૂ. 10000 નો માલ રોકડેથી ખરીદ્યો.
 
5. સેવાના રોકડ વ્યવહારનું ઉદાહરણ આપો.
 
જવાબ :- કર્મચારીને પગારના રૂ. 25000 ચૂકવ્યા.
 
6. માલના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો.
 
જવાબ :- રમેશ ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું.
 
7. સેવાના ઉધાર વ્યવહારનું ઉદાહરણ આપો.
 
જવાબ :- ધારા પાસે ભાડાના રૂ. 5000 લેણાં થયાં.
 
8. બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય ?
 
જવાબ :- જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી તેવા વ્યવહારને બિનઆર્થિક વ્યવહાર કહે છે.
 
9. હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું કયું છે ?
 
જવાબ :- હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું વ્યવહારનું અસ્તિત્વ ઊભું થવું અને તેની ઓળખ.
 
10. કયા વ્યવહારો ચોપડે નોંધાય છે ?
 
જવાબ :- આર્થિક વ્યવહાર
 
11. આર્થિક વ્યવહારના કેટલા પ્રકાર છે ? કયા કયા ?
 
જવાબ :- આર્થિક વ્યવહારના બે પ્રકાર છે.
(૧) રોકડ / ઉધાર વ્યવહાર
(૨) આંતરિક / બાહ્ય વ્યવહાર
 
12. ધંધાકીય આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ શું છે ?
 
જવાબ :- ધંધાકીય આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ તેનું નાણાંમાં મૂલ્ય હોય છે.
 
13. આર્થિક વ્યવહાર કોને કહે છે ?
 
જવાબ :- ધંધાના જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવા વ્યવહરોને ધંધાકીય દ્રષ્ટિએ આર્થિક વ્યવહાર કહે છે.
 
14. માલ કોને કહે છે ?
 
જવાબ :- ધંધામાં વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહે છે.
 
15. ઘસારા ખાતું એ કયા ખાતાનો પ્રકાર છે ?
 
જવાબ :- ઉપજ ખર્ચ ખાતું

QUIZ : ACCOUNT CH 2 ONLINE MCQ TEST 

STD 11 ACCOUNT CH 2

વિદ્યાર્થી મિત્રો SS EDUCATION માં આપ સૌનું સ્વાગત છે...

આપ સૌને પરીક્ષામાં ઉપયોગી થઈ રહી એ માટે આ પ્રશ્નોતરી એટલે કે ક્વિઝ બનાવવામાં આવેલ છે...

આ ક્વિઝમાં આપને ખૂબ જ અગત્યની ઘણી બધી સુવિધાઓ આપવામાં આવેલ છે...

જો આપ ખોટો જવાબ પસંદ કરશો તો ક્વિઝ પૂરી કર્યા બાદ આપને પરિણામ અને સાચો જવાબ પણ જાણવા મળશે...

ખાસ અગત્યની બાબત એ છે આ ક્વિઝમાં પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય સિવાયના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી આપને નવી માહિતી પ્રાપ્ત થશે...

આપ આ ક્વિઝનો યોગ્ય ઉપયોગ કરી આપના જ્ઞાનમાં વધારો કરી શકો છો...

1 / 20

" દુકાન માટે તોલમાપના સાધનો ખરીદ્યા " કયા ખાતે રકમ ઉધાર થશે ?

2 / 20

ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી ?

3 / 20

નીચેના ખાતામાંથી કયા ખાતાનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થતો નથી ?

4 / 20

મૂડી ખાતું એ કયા ખાતાનો પ્રકાર છે ?

5 / 20

શાખના વ્યવહારમાં શાની લેવડ દેવડ થતી નથી ?

6 / 20

દેવાદાર - લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે ?

7 / 20

કયા વ્યવહારોની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી ?

8 / 20

' ટપાલ ટિકિટનો સ્ટોક ' એ ધંધા માટે શું ગણાય ?

9 / 20

રૂ. 10000 ભાડું ચૂકવ્યું છે. આ કયા પ્રકારનો વ્યવહાર છે ?

10 / 20

આવકવેરા રિફંડ કયા ખાતે જમા થાય ?

11 / 20

જમીન મકાન, સ્ટેશનરી, વટાવ વગેરે કયા ખાતા ગણાય ?

12 / 20

જે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને કયો વ્યવહાર કહે છે ?

13 / 20

બિનવ્યક્તિના ખાતાના કેટલા પ્રકારો છે ?

14 / 20

જે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ જ ન હોય તેને કયો વ્યવહાર કહે છે ?

15 / 20

ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?

16 / 20

ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે ?

17 / 20

જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું ન હોય તેને કયો વ્યવહાર કહેવાય ?

18 / 20

યંત્ર ગોઠવવાની મજૂરી કયા ખાતે ઉધરાશે ?

19 / 20

નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે ?

20 / 20

દરેક વ્યવહારની મૂળ નોંધ કયા આધારે થાય છે ?

Your score is

The average score is 85%

0%

STD 11 ACCOUNT CH 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો

STD 11 ACCOUNT CH 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો

STD 11 ACCOUNT CH 3 GST

STD 11 ACCOUNT CH 4 આમનોંધ

Std 11 Account ch 5 હિસાબી સમીકરણ

Std 11 Account ch 6 પેટાનોંધ

Std 11 Account ch 7 રોકડમેળ

Std 11 Account ch 8 ખાસ આમનોંધ

Std 11 Account ch 9 ખાતાવહી ખતવણી

Std 11 Account ch 10 કાચું સરવૈયું

 

Exit mobile version