SIMPLE FUTURE TENSE | સાદો ભવિષ્ય કાળ

સાદો ભવિષ્ય કાળ

SIMPLE FUTURE TENSE IN GUJARATI

SIMPLE FUTURE TENSE

  • અર્થ

જે ક્રિયા હજુ સુધી બની નથી અને આવનારા સમયમાં બનશે તેવી ક્રિયાઓને દર્શાવવા જે કાળનો ઉપયોગ થાય છે તે કાળને સાદો ભવિષ્ય કાળ કહે છે.

 

  • ઉદાહરણ

 

  1. વેકેશન પૂરું થતાં જ શાળા કોલેજો ખુલશે.
  2. માર્ચમાં બોર્ડની પરીક્ષા લેવાશે.

 

  • ક્રિયાપદ

સાદા ભવિષ્ય કાળ માં ક્રિયાપદ તરીકે shall / will + V1 નો ઉપયોગ કરવામાં આવે છે.

  • ઉદાહરણ

to go – જવું shall / will go – જઈશ / જઈશું / જશે

to eat – ખાવું Shall / will eat – ખાઈશું / ખાઈશ / ખાશે

  • કેવી રીતે ઓળખી શકાય ?

Tomorrow – આવતીકાલે Next week – આવતા અઠવાડિયે

Next Month – આવતા મહિને Next Year – આવતા વર્ષે

Soon – થોડી જ વાર પછી After – પછી

 

SIMPLE FUTURE TENSE

 

  • વિધાન વાક્યરચના

કર્તા + shall / will + V1 + કર્મ + અન્ય શબ્દો

 

  • EXAMPLES :-

 

  1. અમે આવતા મહિને શાળાએ જઈશું.

ANS :- We shall go to school next month.

 

  1. મારો મિત્ર આવતીકાલે અહી આવશે.

ANS :- My Friend will come here tomorrow.

 

  1. રામ શ્યામને 5 વાગ્યા પછી બોલાવશે.

ANS :- Ram will call shyam after 5 o’clock.

 

  1. તેણી થોડી વારમાં રામાયણ જોશે.

ANS :- She will watch the Ramayan soon.

 

  1. એક દિવસ મારો પણ આવશે.

ANS :- My time will come one day.

  • નકાર વાક્યરચના

કર્તા + shall / will + not + V1 + કર્મ + અન્ય શબ્દો

  • EXAMPLES :-

 

  1. અમન આવતીકાલથી પુસ્તકો વાંચશે નહિ.

ANS :- Aman will not read books from tomorrow.

 

  1. અમે વચન આપીએ છીએ કે અમે અમારા પર્યાવરણને દૂષિત

કરીશું નહિ.

ANS :- We promised that we will not pollute our environment.

 

  1. અમિત આજથી મોબાઇલનો ઉપયોગ કરશે નહિ.

ANS :- Amit will not use mobile from today.

 

  1. તે વચન આપે છે કે તે અસત્ય બોલશે નહિ.

ANS :- He promised that he shall not tell lie.

 

  • પ્રશ્નાર્થ વાક્યરચના

Yes / No Questions

Shall / will + કર્તા + V1 + કર્મ + અન્ય શબ્દો

 

Wh / How Questions

Wh / How + shall / will + કર્તા + V1 + કર્મ + અન્ય શબ્દો

 

  • ઉદાહરણ

  1. શું તમે આત્મનિર્ભર થશો ?

ANS :- Will you be self dependent ?

 

  1. શું અમે નવું પ્રકરણ શરૂ કરીએ ?

ANS :- Shall we start the new chapter ?

 

  1. શું તમે મારી મદદ કરશો ?

ANS :- Will you help me ?

 

  1. તમે આવતીકાલે ક્યાં જશો ?

ANS :- Where will you go tomorrow ?

સાદો ભવિષ્ય કાળ ENGLISH TENSE

 

  • Exercise

  1. I ……….. English this month. ( learn )

Shall learn

  1. They ………… the next Match. ( Win )

Will win

  1. He ………… not ……….. the rules again. ( break )

will break

  1. She ………. not ……… late next time. ( be )

will be

  1. What ………… you ……….. in the upcoming vacation ? ( do )

will do

SIMPLE FUTURE TENSE IN GUJARATI

DOWNLOAD PDF

 

OTHER TENSE LINK

 

PRESENT CONTINUOUS TENSE | ચાલુ વર્તમાન કાળ

PAST CONTINUOUS TENSE | ચાલુ ભુતકાળ

SIMPLE PRESENT TENSE | સાદો વર્તમાન કાળ

SIMPLE PAST TENSE | સાદો ભૂતકાળ

SIMPLE FUTURE TENSE | સાદો ભવિષ્ય કાળ

Leave a Comment

error: Content is protected !!