Reasoning Calendar
કેલેન્ડર રીઝનિંગ
ભાગ – 1
- આજે રવિવાર છે તો 53 માં દિવસે કયો વાર હશે ?
(A) સોમવાર (B) શુક્રવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- આજે શુકવાર છે તો 24 દિવસ પછી કયો વાર આવશે ?
(A) સોમવાર (B) શુક્રવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- આજે ગુરુવાર છે તો 112 માં દિવસે કયો વાર આવશે ?
(A) સોમવાર (B) શુક્રવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- આજે શનિવાર છે તો 93 માં દિવસે કયો વાર હશે ?
(A) સોમવાર (B) શુક્રવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- આજે મંગળવાર છે તો 50 દિવસ પછી કયો વાર હશે ?
(A) સોમવાર (B) શુક્રવાર
(C) ગુરુવાર (D) બુધવાર
- આજે રવિવાર છે તો 61 દિવસ પછી કયો વાર હશે ?
(A) સોમવાર (B) શુક્રવાર
(C) ગુરુવાર (D) શનિવાર
ભાગ – 2
- સમાન્ય વર્ષનો પ્રથમ દિવસ અને અંતિમ દિવસ સમાન હોય છે…
- જો 1 જાન્યુઆરી 1981 ગુરુવાર હોય તો 31 ડિસેમ્બર 1981 કયો દિવસ હશે ?
(A) સોમવાર (B) શુક્રવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- જો 1 જાન્યુઆરી 1995 રવિવાર હોય તો 31 ડિસેમ્બર 1995 કયો દિવસ હશે ?
(A) મંગળવાર (B) રવિવાર
(C) શનિવાર (D) બુધવાર
- લીપ વર્ષના પ્રથમ દિવસ કરતા અંતિમ દિવસ 1 વધારે હોય છે…
- એટલે કે જે દિવસ આપ્યો હોય એના પછીનો દિવસ…
- જો 1 જાન્યુઆરી 1848 શનિવાર હોય તો 31 ડિસેમ્બર 1848 કયો દિવસ હશે ?
(A) બુધવાર (B) મંગળવાર
(C) સોમવાર (D) રવિવાર
- જો 1 જાન્યુઆરી 2004 ગુરુવાર હોય તો 31 ડિસેમ્બર 2004 કયો દિવસ હશે ?
(A) સોમવાર (B) શુક્રવાર
(C) ગુરુવાર (D) શનિવાર
ભાગ – 3
- સમાન્ય વર્ષમા એક દિવસ વધારાનો અને લીપ વર્ષમા બે દિવસ વધારાના હોય છે…
1 જાન્યુઆરી 2002 એ મંગળવાર હોય, તો 1 જાન્યુઆરી 2003 એ કયો વાર આવે ?
(A) સોમવાર (B) શુક્રવાર
(C) બુધવાર (D) શનિવાર
- 1 જાન્યુઆરી 2008 એ મંગળવાર હોય, તો 1 જાન્યુઆરી 2009 એ કયો વાર આવે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- 1 જાન્યુઆરી 2001 ના રોજ સોમવાર છે તો 1 જાન્યુઆરી 2003 ના રોજ કયો વાર આવે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- 5 જુન 2001 ના રોજ મંગળવાર હોય તો 5 જુન 2004 એ કયો વાર આવે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- 6 માર્ચ 2006 ના રોજ સોમવાર હોય, તો 8 માર્ચ 2007 એ કયો વાર આવે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- 14 જુલાઈ 2015 ના રોજ મંગળવાર હોય, તો 20 જુલાઈ 2020 એ કયો વાર આવે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- 1 મે 2019 ના રોજ બુધવાર છે તો 5 માર્ચ 2020 એ કયો વાર આવે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
- 10 માર્ચ 2002 ના રોજ રવિવાર છે તો 21 જુન 2007 એ કયો વાર આવે ?
(A) ગુરુવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
ભાગ – 4
- તમારો ભાઈ તમારા કરતાં 115 દિવસ મોટો છે અને તમારી બહેન તમારા ભાઈ કરતા 9 અઠવાડિયા મોટી છે. જો તમારી બહેનનો જન્મ શનિવારે થયો હોય તો તમારા જન્મનો વાર કયો ?
(A) ગુરુવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
- તમારો ભાઈ તમારા કરતા 78 દિવસ મોટો દિવસ મોટો છે અને તમારી બહેન તમારા ભાઈ કરતા 16 અઠવાડિયા મોટી છે. જો તમારી બહેનનો જન્મ મંગળવારે થયો હોય તો તમારો જન્મ કયા વારે થયો હશે ?
(A) ગુરુવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
- તમારો ભાઈ તમારા કરતા 86 દિવસ નાનો છે અને તમારી બહેન તમારા ભાઈ કરતા 13 અઠવાડિયા નાની છે. જો તમારી બહેનનો જન્મ બુધવારે થયો હોય તો તમારો જન્મ કયા વારે થયો હશે ?
(A) ગુરુવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) સોમવાર
- તમારો ભાઈ તમારા કરતા 25 દિવસ નાનો છે અને તમારી બહેન તમારા ભાઈ કરતા 11 અઠવાડિયા નાની છે. જો તમારી બહેનનો જન્મ શુક્રવારે થયો હોય તો તમારો જન્મ કયા વારે થયો હશે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
ભાગ – 5
- 31 દિવસના કોઈ મહિનામાં 16 તારીખે ગુરુવાર હોય તો આ મહિનાના અંતિમ દિવસે કયો વાર હશે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શુક્રવાર
- જો આજે બુધવાર હોય તો આગળના રવિવારના 25 દિવસ પછી કયો વાર હશે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) ગુરુવાર (D) શનિવાર
- જો આવતીકાલથી 3 દિવસ પછી 26 માર્ચના રોજ મંગળવાર હોય તો એ મહિનામાં 8 તારીખે કયો વાર હશે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) શનિવાર (D) શુક્રવાર
- જો મહિનાનો ત્રીજો દિવસ સોમવાર હોય તો આ મહિનાની 21 તારીખ પછીનો 5 મો દિવસ કયો હશે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
- જો આવતીકાલના 2 દિવસ પછી શુક્રવાર હોય તો ગઈકાલના 2 દિવસ પહેલા કયો વાર હતો ?
(A) સોમવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
- 31 દિવસના કોઈ મહિનામાં છેલ્લો દિવસ મંગળવાર હોય, તો આ મહિનાની 16 તારીખે કયો દિવસ હશે ?
(A) સોમવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
ભાગ – 6
- 1 જાન્યુઆરી 2010 ના રોજ કયો દિવસ હતો ?
(A) સોમવાર (B) બુધવાર
(C) શુક્રવાર (D) શનિવાર
- 26 જાન્યુઆરી 2012 ના રોજ કયો દિવસ હતો ?
(A) સોમવાર (B) ગુરુવાર
(C) મંગળવાર (D) શનિવાર
- 2 ઓક્ટોબર 1869 ના રોજ કયો દિવસ હતો ?
(A) સોમવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
- 26 જાન્યુઆરી 1950 ના રોજ કયો દિવસ હતો ?
(A) ગુરુવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
- 12 ફેબ્રુઆરી 1748 ના રોજ કયો દિવસ હતો ?
(A) સોમવાર (B) બુધવાર
(C) મંગળવાર (D) શનિવાર
- 15 ઓગસ્ટ 1647 ના રોજ કયો દિવસ હતો ?
(A) સોમવાર (B) બુધવાર
(C) ગુરુવાર (D) શનિવાર
ભાગ – 7
- સામાન્ય વર્ષમા 53 રવિવાર આવવાની સંભાવના કેટલી ?
(A) 1/7 (B) 2/7
(C) 3/7 (D) 0
- લીપ વર્ષમાં 53 મંગળવાર આવવાની સંભાવના કેટલી ?
(A) 1/7 (B) 2/7
(C) 3/7 (D) 0
- કોઈ પણ વર્ષના માર્ચ મહિનામાં 5 ગુરુવાર આવવાની સંભાવના કેટલી ?
(A) 1/7 (B) 2/7
(C) 3/7 (D) 0
- કોઈ પણ વર્ષમાં નવેમ્બર મહિનામાં 5 શનિવાર આવવાની સંભાવના કેટલી ?
(A) 1/7 (B) 2/7
(C) 3/7 (D) 0
- સમાન્ય વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 બુધવાર આવવાની સંભાવના કેટલી ?
(A) 1/7 (B) 2/7
(C) 3/7 (D) 0
- લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી ?
(A) 1/7 (B) 2/7
(C) 3/7 (D) 0
ભાગ – 8
- કોઈ પણ કેલેન્ડર ક્યારે Repeat થશે ?
- કયું કેલેન્ડર ક્યારે ફરીથી આવશે ?
- 28, 6, 11, 40, 12 આ પાંચ રીતે ફરીથી કેલેન્ડર આવી શકે…
- અહી આપણે પ્રથમ 3 રીતનો અભ્યાસ કરીશું…
- 28, 6 અને 11 વર્ષે કયું કેલેન્ડર ફરીથી આવશે…
- સદીવાળા વર્ષ હોય
જેમકે, 1600 , 1700, 1800, 1900, 2000
- આ સદી વાળા વર્ષને જો 400 વડે ભાગી શકાય તો તે લીપ વર્ષ છે.
- અને જો સદીવાળું વર્ષ લીપ વર્ષ હોય તો તે વર્ષનું કેલેન્ડર ફરીથી 28 વર્ષે repeat થશે…
- પરંતુ જો આ સદી વાળા વર્ષને જો 400 વડે ન ભાગી શકાય તો તે લીપ વર્ષ નથી…
- અને જો સદીવાળું વર્ષ લીપ વર્ષ ન હોય તો તે વર્ષનું કેલેન્ડર ફરીથી 6 વર્ષે repeat થશે…
- સદી વાળા વર્ષ ન હોય
જેમકે, 2014 , 2002, 2017, 2024
- આ દરેક વર્ષ સદી વાળા વર્ષ નથી…
- અંતિમ બે અંકને 4 વડે ભાગતા મળતી શેષ
0 શેષ હોય તો 28 વર્ષે
1 શેષ હોય તો 6 વર્ષે
2 અથવા 3 શેષ હોય તો 11 વર્ષે
- આ શેષ મુજબ કેલેન્ડર ફરીથી જોવા મળશે…
સદીવાળા વર્ષ હોય
જેમકે, 1600 , 1700, 1800, 1900, 2000
આ દરેક વર્ષ સદી વાળા વર્ષ છે…
આ સદી વાળા વર્ષને જો 400 વડે ભાગી શકાય તો તે લીપ વર્ષ છે…
અને જો સદીવાળું વર્ષ લીપ વર્ષ હોય તો તે વર્ષનું કેલેન્ડર ફરીથી 28 વર્ષે repeat થશે…
ધારો કે, સદીવાળું વર્ષ 1600 ને 400 વડે આપણે નિ : શેષ ભાગી શકીએ માટે આ 1600 ની સાલનું જે કેલેન્ડર ફરીથી 1628 માં પુનરાવર્તિત થશે…
પરંતુ જો આ સદી વાળા વર્ષને જો 400 વડે ભાગી શકાય તો તે લીપ વર્ષ નથી…
અને જો સદીવાળું વર્ષ લીપ વર્ષ હોય તો તે વર્ષનું કેલેન્ડર ફરીથી 6 વર્ષે repeat થશે…
ધારો કે, સદીવાળું વર્ષ 1700 ને 400 વડે આપણે નિ : શેષ ભાગી શકતા નથી, માટે આ 1700 ની સાલનું જે કેલેન્ડર ફરીથી 1706 માં પુનરાવર્તિત થશે…
તેવી જ રીતે 1800 ની સાલને પણ આપણે 400 વડે નિ : શેષ ભાગી શકતા નથી, માટે આ 1800 ની સાલનું જે કેલેન્ડર ફરીથી 1806 માં પુનરાવર્તિત થશે…
1900 ને પણ આપણે 400 વડે ભાગી શકતા નથી તેથી આ સદીનું કેલેન્ડર પણ 1906 માં ફરીથી જોવા મળશે…
સદી વાળા વર્ષ ન હોય
જેમકે, 2014 , 2002, 2017, 2024
આ દરેક વર્ષ સદી વાળા વર્ષ નથી…
અંતિમ બે અંકને 4 વડે ભાગતા મળતી શેષ
0 શેષ હોય તો 28 વર્ષે
1 શેષ હોય તો 6 વર્ષે
2 અથવા 3 શેષ હોય તો 11 વર્ષે
આ શેષ મુજબ કેલેન્ડર ફરીથી જોવા મળશે…
ધારો કે, વર્ષ 2014 ના અંતિમ બે અંક 14 ને 4 વડે ભાગવાથી શેષ 2 મળે છે, માટે આ 2014 ની સાલનું જે કેલેન્ડર ફરીથી 11 વર્ષે એટલે કે 2025 માં પુનરાવર્તિત થશે…
વર્ષ 2002 ના અંતિમ બે અંક 02 છે જે 4 થી નાની સંખ્યા છે તેથી તેને ભાગવાની પણ જરૂર નથી અને શેષ 02 છે, માટે આ 2014 ની સાલનું જે કેલેન્ડર ફરીથી 11 વર્ષે એટલે કે 2013 માં પુનરાવર્તિત થશે…
વર્ષ 2017 ના અંતિમ બે અંક 17 ને 4 વડે ભાગવાથી શેષ 1 મળે છે, માટે આ 2017 ની સાલનું જે કેલેન્ડર ફરીથી 6 વર્ષે એટલે કે 2023 માં પુનરાવર્તિત થશે…
વર્ષ 2024 ના અંતિમ બે અંક 24 ને 4 વડે ભાગવાથી શેષ 0 મળે છે, માટે આ 2024 ની સાલનું જે કેલેન્ડર ફરીથી 28 વર્ષે એટલે કે 2052 માં પુનરાવર્તિત થશે…
ભાગ – 9
- 40 અને 12 વર્ષ
- સમાન્ય વર્ષ ની સામે સમાન્ય વર્ષ
- લીપ વર્ષ ની સામે લીપ વર્ષ
- આ નિયમ તુટવો જોઈએ નહિ…
- આ નિયમનો અમલ થવો જ જોઈએ…
1672, 1772, 1872, 1972, 2072
લીપનો નિયમ તૂટે ત્યારે 40 વર્ષે કેલેન્ડર રિપિટ થશે…
- 0 શેષ હોય તો 28 વર્ષે
- 1 શેષ હોય તો 6 વર્ષે
- 2 અથવા 3 શેષ હોય તો 11 વર્ષે
1672, 1772, 1872, 1972, 2072
લીપ વર્ષ ન હોય તેવી સદી વચ્ચે આવે ત્યારે કેલેન્ડર 12 વર્ષે રિપિટ થશે…
- 0 શેષ હોય તો 28 વર્ષે
- 1 શેષ હોય તો 6 વર્ષે
- 2 અથવા 3 શેષ હોય તો 11 વર્ષે
1698, 1797, 1899, 1995, 2091