Site icon SS EDUCATION

Manovigyan : Bachav Prayuktio – બચાવ પ્રયુક્તિઓ | TET TAT

Manovigyan : Bachav Prayuktio – બચાવ પ્રયુક્તિઓ | TET TAT

 

શૈક્ષણિક મનોવિજ્ઞાન : બચાવ પ્રયુક્તિઓ

 

 

વ્યાખ્યા

 

 

 

 

 

wp-1683559442908

 

વિવિધ બચાવપ્રયુક્તિઓ :

 

1. યૌક્તિકીકરણ (મનમનામણું) :

 

 

 

 

કેટલાક ઉદાહરણો :

  1. ઘરે દીકરી અવતરે ત્યારે ગમ્યું ન હોય તો પણ તે ‘લક્ષ્મી અવતરી છે’ કહે છે.
  2. પત્ની સ્વરૂપવાન ન હોય તો વ્યક્તિ કહે કે “રૂપ કરતાં ગુણ સારાં’
  3. ભણવામાં નિષ્ફળ જનાર વ્યક્તિ કહે કે યુનિ.ની ડિગ્રીથી શો લાભ? એવાને તો હું નોકરીએ રાખું છું.’

 

2. પ્રક્ષેપણ

 

 

 

કેટલાક અન્ય ઉદાહરણો :

  1. પરીક્ષામાં નાપાસ થનાર કહે કે ‘પ્રશ્નપત્ર અઘરું હતું. અથવા ‘પરીક્ષકો પૈસા લઈને પાસ કરે છે.’
  2. રમતમાં નિષ્ફળ જનાર કહે કે, ‘તેણે મને મદદ ન કરી.’
  3. પડોશી દ્વારા થતા ટીકાના જવાબમાં વ્યક્તિ કહે કે ‘પડોશીઓ અદેખા છે. અમારું સારું જોઈ શકતાં નથી.’
 

3. તાદાત્મ્ય :

 

 

 

 

 

કેટલાક ઉદાહરણો

  1. ‘હું અમુક કુળમાં જન્મેલો છું.’ કહેવું.
  2. ‘ફલાણા મિનિસ્ટર અમારા સગા છે.’ કહેવું.
  3. ‘હું તો ગાંધીવાદી છું.’ એવી ઓળખ આપવી.
 

4. ક્ષતિપૂર્તિ

 

 

 

 

 

કેટલાક ઉદાહરણો :

  1. એડિસન બહેરો હતો. તેણે ગ્રામોફોન (શ્રવણયંત્ર)ની શોધ કરી. 
  2. હેલનકેલર અંધ અને બધિર હતાં, તે કેવળ સ્વરોના ઉપયોગથી ભાષા શીખ્યાં અને ઉપયોગી સમાજસેવાના કાર્યો કર્યાં.
  3. પંડિત સુખલાલજી અંધ બન્યા છતાં તેમણે ભારતીય દર્શનોનાં વિશિષ્ટ ભાષ્યો કર્યા.
 

5. ઊર્ધ્વીકરણ 

 

 

 

 

કેટલાક ઉદાહરણો :

  1. વ્યક્તિ પોતાની આક્રમકતા(યુદ્ધવૃત્તિ)ને સામાજિક દૂષણો સામે લડવાના સાધન તરીકે પ્રયોજે.
  2. પોતાની જાતીયવૃત્તિને સાહિત્ય, સંગીત, કલા જેવાં સર્જનના માર્ગોએ વાળે.
  3. પોતાની સંગ્રહવૃત્તિને સારી ચીજોના સંગ્રહ, જ્ઞાનસંગ્રહ વગેરે તરફ વાળે.
  4. સ્વાર્થવૃત્તિને સ્થાને પરમાર્થવૃત્તિ સ્વીકારીને સમાજ અને દીનદુઃખિયાંની સેવા કરે.
  5. આડે માર્ગે જતી જિજ્ઞાસાવૃત્તિને સત્યની શોધ તરફ કે સંશોધનો તરફ વાળે.
 

6. પ્રતિક્રિયા 

 

 

 

 

7. દમન

 

8. સ્થગિતતા

 

 

9. કૃત્રિમ પ્રાયશ્ચિત

 

10. આત્મઘાત

 

11. આવેગોનું એકાકીકરણ

 

 

 

12. સહાનુભૂતિ મેળવવાની વૃત્તિ

 

 

ખુબ જ અગત્યના પ્રશ્નો

 

 

1. કેટલાક પોતાની જાતને સચિન તેંડુલકર કે અમિતાભ બચ્ચન સરખાવે આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- તાદાત્મ્ય

2. આચાર્યના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન કરે, તોડફોડ કરે એ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- આક્રમકતા

3. સાસુથી દુભાયેલ વહુ બાળકોને મારે અથવા આચાર્યથી દુભાયેલા શિક્ષકો વિદ્યાર્થીઓને મારે એ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- સ્થાનાંતર

4. બાળકોની લડાયક વૃત્તિને બહાર લાવવા માટે કરવામાં આવતું રમત ગમતનું આયોજન એ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- ઉર્ધ્વિકરણ

5. ગણિતમાં નિષ્ફળતા મેળવનાર વિદ્યાર્થી રમતમાં , સંગીતમાં અથવા ચિત્રકલામાં પ્રાવીણ્ય મેળવે એ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- ક્ષતિપૂર્તિ

6. પિતા ડોકટર બન્યા ન હોવાથી પોતાના બાળકને ડોકટર બનાવે આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- પરોક્ષ ક્ષતિપૂર્તિ

7. અનૈતિક કે ખરાબ વિચારોને અજાગૃત મનમાં ધકેલી દે એ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- દમન

8. ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે અથવા કોઈ વ્યક્તિ ગમતા પાત્રને મળ્યાનો આનંદ માણે આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- દિવાસ્વપ્ન

9. મોટી વ્યક્તિ નાના બાળકો જેવું વર્તન કરે, કાલું કાલું બોલે, ઘુંતળિયા ટાળે, માથું પછાડે આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- પરાગતિ

10. તરૂણ વિદ્યાર્થીઓને શિક્ષકો તરફ રોષ હોય અથવા ઘરમાં વડીલો તરફ આવું વર્તન કરે આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- નકારાત્મકતા

11. આબરૂ જવાના ડરથી સ્પર્ધામાંથી દૂર રહેવું એ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- અલિપ્તતા

12. પરીક્ષા વખતે વિદ્યાર્થીઓને માથું દુખે, ઝાડા થઈ જાય કે પેટમાં દુખે આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- શારીરિક દર્દ

13. કોઈ એક અવસ્થામાં સ્થિર થઈ જાય એટલે કે ઝડપથી આગળ વધી શકે નહિ એ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- સ્થિરીકરણ

14. જે વ્યક્તિ પ્રત્યે રોષ કે ધ્રુણા હોય તે છુપાવીને પ્રેમભર્યો કે મિત્રતાભર્યો વ્યવહાર કરે આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- પ્રતિક્રિયા

  1. પડયા ત્યારે નમસ્કાર એ કઈ બચાવ પ્રયુક્તિની કહેવત છે ?

જવાબ :- યોક્તિકીકરણ

  1. બચાવ પ્રયુક્તિને બીજા કયા નામે ઓળખવામા આવે છે ?

જવાબ :- અનુકુલન પ્રયુક્તિ

  1. ભુખ્યો માણસ જમવાનુ મળવાની કલ્પના કરે એ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- દિવાસ્વપ્ન

  1. કઈ બચાવ પ્રયુક્તિ સર્જનાત્મક પ્રવૃત્તિને ઉત્તેજે છે ?

જવાબ :- તાદાત્મ્ય

  1. વ્યક્તિ હતાશામાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિનો સહારો લે છે તેને શુ કહે છે ?

જવાબ :- બચાવ પ્રયુક્તિ

  1. પરીક્ષામા નાપાસ થનાર વિદ્યાર્થી કહે છે કે મારે ક્યા પાસ થવુ હતુ – એ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- યોક્તિકીકરણ

  1. ઝધડાખોર વૃત્તિને સમાજ માન્ય પ્રવૃત્તિમા રુપાંતરિત કરવી – એ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- ઊર્ધ્વીકરણ

  1. ચારિત્ર્ય ઘડતરમા કઈ બચાવ પ્રયુક્તિ ગણી શકાય ?

જવાબ :- તાદાત્મ્ય

  1. ગુસ્સે થયેલ રમેશ ખુરશીને લાત મારી તોડી નાંખે છે – આ કઈ

બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- આક્રમકતા

  1. ભણવામા નિષ્ફળ ગયેલી વ્યક્તિ સારામા સારો વેપારી બને છે – આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- ક્ષતિપૂર્તિ

  1. બચાવ પ્રયુક્તિઓની સંકલ્પના આપનાર મનોવૈજ્ઞાનિકનુ નામ જણાવો ?

જવાબ :- ડો. સિગમંડ ફ્રોઈડ

  1. પોતાની ખામી પોતે પૂરી ન કરી શકે પરંતુ અન્ય વ્યક્તિ દ્વારા પૂરી કરવાનો પ્રયત્ન કરે – આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- પરોક્ષ ક્ષતિપૂર્તિ

  1. શાળામા સ્પર્ધામા ફરજિયાત ભાગ લેવાનો હોવાથી વિદ્યાર્થી ગેરહાજર રહે – એ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- અલિપ્તતા

  1. પરીક્ષામાં નાપાસ થનાર કહે કે ‘પ્રશ્નપત્ર અઘરું હતું. અથવા ‘પરીક્ષકો પૈસા લઈને પાસ કરે છે.’ – આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- પ્રક્ષેપણ

  1. ડો. સિગમંડ ફ્રોઈડે બચાવ પ્રયુક્તિની સંકલ્પના કયા વર્ષમા રજુ કરી ?

જવાબ :- 1959

  1. રસ વગરનો શિક્ષક બાળકોને ધમકાવે છે – આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- આક્રમકતા

  1. દ્રાક્ષ ખાટી છે – એ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- યોક્તિકીકરણ

  1. જે પ્રાપ્ત ન થયુ તે પ્રાપ્ત કરવા યોગ્ય જ ન હતુ – એ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- ખાટી દ્રાક્ષનુ યોક્તિકીકરણ

  1. બચાવ પ્રયુક્તિઓનો અતિરેક શા માટે નુકશાનકારક બને છે ?

જવાબ :- વ્યક્તિના વર્તનમા વિકૃતિ આવે છે.

  1. અન્ય વ્યક્તિ કે જુથે મેળવેલી સફળતા કે પ્રતિષ્ઠા પોતાની જ પ્રાપ્તિ છે એમ મન મનાવી અનુકૂલન સાધે – આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- તાદાત્મ્ય

  1. એક વિષયમા પોતાની ખામી છે તે પોતે જ પૂરી કરવા પ્રયત્ન કરે – આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ

  1. પ્રથમ નઁબર આવતા શાળાનુ શ્રેષ્ઠ ઈનામ મળ્યુ એવી કલ્પના કરે એ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- દિવાસ્વપ્ન

  1. એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને વારઁવાર ધમકાવે છે – આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- આક્રમકતા

  1. દોષનો ટોપલો બીજા પર ઢોળવો – આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

જવાબ :- પ્રક્ષેપણ

 

bachaav prayukti

 

DOWNLOAD PDF

બચાવ પ્રયુક્તિ

Exit mobile version