GSEB STD 12 GUJARATI CH 3 SWADHYAY SOLUTION | GUJARATI BOARD EXAM IMP QUESTION

GSEB STD 12 GUJARATI CH 3 SWADHYAY SOLUTION

Table of Contents

GUJARATI BOARD EXAM IMP QUESTION

3. દમયંતી સ્વયંવર

Q – 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

(1) દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે ?

જવાબ :- દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને પાંચ નળ દેખાતા હોઈ, સાચા નળને કઈ રીતે ઓળખવા? – એ મૂંઝવણ રજૂ કરે છે.

 

(2) સ્વર્ગમાંથી ક્યા ક્યા દેવ સ્વયંવરમાં આવ્યા છે ?

જવાબ :- સ્વર્ગમાંથી ઇન્દ્રરાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજા એમ ચાર દેવો સ્વયંવરમાં આવ્યા છે.

 

(3) ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે ?

જવાબ :- ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહિ કરે, તેમનાં વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે.

 

(4) કલિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો ?

જવાબ :- એક દિવસ સંધ્યાસમયે નળ જળથી પગ ધોતા હતા એવામાં તેમની પાની કોરી રહી જતાં કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો.

 

Q – 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

 

(1) ચારેય દેવોએ એકબીજાને શા શા શાપ આપ્યા હતા ?

જવાબ :- ચારેય દેવોમાં સૌ પ્રથમ ઇન્દ્રે અગ્નિને શાપ આપ્યો કે તેનું મુખ વાનર જેવું થજો.અગ્નિએ ઇન્દ્રને શાપ આપ્યો કે તેનું મુખ રીંછ જેવું થજો. વરુને મનમાં યમને શાપ આપ્યો કે તેનું મુખ માંજાર જેવું થજો.ધર્મે વરુણને શાપ આપ્યો કે તારું મુખ કૂતરા જેવું થજો આ રીતે દેવોએ એકબીજાને શાપ આપ્યા હતા.

 

(2) નળ, દમયંતીનો પ્રસન્ન દામ્પત્યપ્રેમ વર્ણવો.

જવાબ :- દમયંતી અને નળના લગ્ન થયા. બંને સત્ય અને ટેકનું પાલન કરતાં કરતાં સુખમય જીવન વિતાવે છે. ચારેય વર્ણના કુળધર્મનું પાલન કરે છે. તેમણે ત્યાં પુત્ર અને પુત્રીનો જન્મ થાય છે. તેમનાં મધુર કિલકિલાટથી તેમનું આંગણું શોભે છે. આમ, આ પતિ –પત્નીનું પ્રસન્ન દામ્પત્યજીવન સહસ્ત્ર વર્ષો સુધી અવિચળ રહ્યું.

 

Q – 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

 

(1) દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને ક્યા ક્યા વરદાન આપ્યાં ?

જવાબ :- દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ નવ વરદાન આપ્યા હતા. દરેક દેવે બે-બે વરદાન આપ્યાં. સૌ પ્રથમ ઇન્દ્રદેવે નળને લાખો વર્ષો સુધી સુકાય નહિ એવી કમળમાળા આપી. ઉપરાંત એક અશ્વમંત્ર આપ્યો. ઘોડાના કાનમાં એ મંત્ર બોલતાં તરત અશ્વ એક દિવસમાં સો જોજન દોડી શકશે. અગ્નિએ વરદાન આપ્યું, ‘ તું અગ્નિથી દાઝીશ નહિ અને તું મને જયારે યાદ કરીશ કે તરત જ હું પ્રગટ થઇ જઈશ’. ધર્મે વરદાન આપતાં કહ્યું, ’તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહિ થાય અને તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય માગવું નહિ પડે.’ 

અંતમાં વરુણે વરદાન આપતાં કહ્યું કે ‘તારા રાજમાં સુકું વ્રુક્ષ નવપલ્લવિત થઇ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે., એ પછી દમયંતીને વર આપ્યો,’ તારા હાથ અમૃતસવિયા થજો એટલે કે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જ જીવંત થઇ જશે.

 

(2) ‘દમયંતી સ્વયંવર’ કડવાની કથા તમારા શબ્દોમાં લખો.

જવાબ :- વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો. હંસે દમયંતી આગળ નળરાજાનું વર્ણન કર્યું હતું ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા પહેરાવવાનું નક્કી કર્યું હતું; પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઈન્દ્ર, અગ્નિ, વરુણ અને જમે નળનું રૂપ ધારણ કર્યું હતું. દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળ રૂપે આવેલા આ ચારેય દેવોએ પોતાની ડોક આગળ ધરી. દમયંતી વિમાસણમાં પડી ગઈ કે આમાં સાચો નળ કયો? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. ભીમકે કહ્યું, ‘ તું જ માત્ર આ પાંચ નળને જુએ છે, બીજું કોઈ નહિ. જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખ એક પલકારો નહિ કરે. તેમનાં વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે.’ દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક એક દેવ પોતાનો કંઠ આગળ કરે છે. આથી દેવો એકબીજાને શાપ આપે છે. તેથી ઈન્દ્રના શાપ થી અગ્નિ વાનરમુખા થયા. અગ્નિના શાપથી ઈન્દ્ર રીંછમુખા થયા. વરુણના શાપથી યમ માંજરમુખા થયા અને ધર્મના શાપથી વરુણ શ્વાનમુખા થયા. અંતે સૌને પોતપોતાની ભૂલ સમજાઈ અને એકબીજાના શાપ ફોક કર્યા. ફરી દમયંતીને પાંચ નળ દેખાતા તેને સૌને પોતાના પિતાનું નામ પૂછતાંતેમણે કહ્યું કે ‘વીરસેન પાંચેયના બાપ. આ જોઈ તેની દાસી હસી. તેણે કહ્યું કે આ નળને છોડ હું તને અનેક ગુણિયલ રાજાનાં નામ ગણાવું. દાસીએ બતાવેલા કોઈ રાજા પસંદ પડ્યો નહિ. નારદ દરેક દેવની પત્નીને લઈને આવ્યા. દેવો લજ્વાયા દમયંતીને પરણવાનો વિચાર પડતો મૂકી દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા.અને પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. નળ અને દમયંતીને ત્યાં પુત્ર અને પુત્રી જન્મે છે અને તેમનાં કિલ્લોલથી તેમનું આંગણું શોભી ઉઠે છે. નળ અને દમયંતીએ હજારો વર્ષો સુધી સુખી દામ્પત્ય જીવન ભોગવે છે.

Leave a Comment

error: Content is protected !!