Site icon SS EDUCATION

Std 11 Account ch 9 ખાતાવહી ખતવણી

STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS

 

CH 9 ખાતાવહી ખતવણી

STD 11 ACCOUNT PART 1 CH 9 ખાતાવહી ખતવણી

STD 11 ACCOUNT IMP 2023
કોઈ પણ ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ વ્યક્તિ, માલ મિલકત કે ઉપજ ખર્ચને લગતા વ્યવહારોની ઉધાર અને જમાની અસર દર્શાવતું તારણ એટલે ખાતું…
આમનોંધ કે પેટાનોંધમાં નોંધાયેલ વ્યવહારોને ખાતાવહીમાનાં સબંધિત ખાતાની ઉધાર કે જમા બાજુ લખવાની ક્રિયાને ખતવણી કહે છે.
કોઈ પણ ખાતાની ઉધાર અને જમા બાજુના સરવાળા તફાવતને ખાતાની બાકી કહે છે…
જો જમા બાજુના સરવાળા કરતાં ઉધાર બાજુનો સરવાળો વધુ તો ઉધાર બાકી…
જો ઉધાર બાજુના સરવાળા કરતા જમા બાજુનો સરવાળો વધુ તો જમા બાકી…
ખાતાના બંને બાજુના સરવાળા સરખા થાય તો ખાતું સરભર થયું કહેવાય…
હિસાબી નોંધ પરથી દરેક ખાતાની પરિસ્થિતિ મેળવવા માટે એક અલગ ચોપડો રાખવામાં આવે છે, જેને ખાતાવહી ચોપડો કહેવામાં આવે છે…
ખાતાવહીનો મુખ્ય ઉદ્દેશ વેપાર ધંધાના દરેક ખાતાની શી સ્થિતિ છે તે દર્શાવવાનો છે…
ખાતાવહી એ નામાનો મુખ્ય કે પ્રધાન ચોપડો છે.
ખાતાવહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે.
ખાતાવહીનાં પ્રચલિત ત્રણ સ્વરૂપો છે :
(૧) બાંધેલો ચોપડો
(૨) છૂટા પાનાં સ્વરૂપે
(૩) કાર્ડ સ્વરૂપે
જો વેપારનું ક્ષેત્ર મોટું હોય અને વ્યવહારોની સંખ્યા વધારે હોય, તો ખાતાવહીનાં ખાતાંને અલગ અલગ ચોપડમાં વિભાજન કરવામાં આવે છે…
ખાતાવહીની શરૂઆતમાં બધાં જ ખાતાઓની યાદી રાખવામાં આવે છે, જેને ખાતાવહીની અનુક્રમણિકા અથવા પાનોત્રી તરીકે ઓળખવામાં આવે છે…
નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો…
1. કોનો ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે ?
જવાબ :- ખાતાવહીના ચોપડાને
2. કયા ચોપડાને મૂળ ચોપડો કહેવામાં આવે છે ?
જવાબ :- આમનોંધ
3. ખાતાવહીના કયા પ્રકારના ચોપડામાં જરૂરિયાત ઊભી થતાં વધારાના પાનાં ઉમેરી શકાતાં નથી ?
જવાબ :- બાંધેલો ચોપડો
4. કયા પ્રકારના ખાતાને સરભર ખાતું કહેવામાં આવે છે ?
જવાબ :- ખાતાની બંને બાજુની રકમનો સરવાળો સરખો હોય ત્યારે
5. સામાન્ય રીતે મિલકતની બાકી કેવી હોય છે ?
જવાબ :- ઉધાર બાકી
6. પાઘડી એ કેવી મિલકત છે અને તેની બાકી કેવી હોય છે ?
જવાબ :- અદ્રશ્ય મિલકત અને ઉધાર બાકી
7. ખાતામાં આખરની બાકીને વિગતના ખાનામાં કેવી રીતે દર્શાવાય છે ?
જવાબ :- બાકી આગળ લઈ ગયા
8. કોઈ ખાતાની ઉધાર બાકી ક્યારે ગણાય ?
જવાબ :- ઉધાર બાજુનો સરવાળો વધુ થવાથી
9. જો ખાતાની બને બાજુના સરવાળા સરખા થાય, તો તે ખાતું….
જવાબ :- સરભર થયું કહેવાય
10. કઈ નોંધના આધારે દેવાદારોની ખાતાવહી બને છે ?
જવાબ :- વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ
11. ખાતું બંધ કરતી વખતે ખાતાની જમા બાકી કઈ બાજુ પર લખાય છે ?
જવાબ :- ઉધાર બાજુ
12. વ્યવહારમાં ખાતાવહીનાં કેટલા સ્વરૂપો પ્રચલિત છે ?
જવાબ :- ત્રણ
13. ખાતાવહીને નામાના કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે ?
જવાબ :- પ્રધાન
14. નામાના કયા ચોપડામાં વ્યક્તિ, માલ મિલકત અને ઊપજ ખર્ચનાં ખાતાં રાખવામાં આવે છે ?
જવાબ :- ખાતાવહીના
15. બેન્ક, મોટી કંપનીઓમાં કયા સ્વરૂપની ખાતાવહી જોવા મળે છે ?
જવાબ :- છૂટા પાના સ્વરૂપની
16. ખાતાવહીના અલગ અલગ ચોપડા હોય ત્યારે ફર્નિચર ખાતું કઈ ખાતાવહીમાં રાખવામાં આવે છે ?
જવાબ :- સમાન્ય ખાતાવહીમાં
17. જો ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, તો કઈ બાકી કહેવાય ?
જવાબ :- ઉધાર બાકી
18. ખાતાવહીના અલગ અલગ ચોપડા હોય ત્યારે મૂડી ખાતું કઈ ખાતાવહીમાં રાખવામાં આવે છે ?
જવાબ :- સમાન્ય ખાતાવહીમાં
નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો.
1. ખાતાવહી એટલે શું ?
જવાબ :-

QUIZ : ACCOUNT CH 9 ONLINE MCQ TEST

STD 11 ACCOUNT CH 9

વિદ્યાર્થી મિત્રો SS EDUCATION માં આપ સૌનું સ્વાગત છે...

આપ સૌને પરીક્ષામાં ઉપયોગી થઈ રહી એ માટે આ પ્રશ્નોતરી એટલે કે ક્વિઝ બનાવવામાં આવેલ છે...

આ ક્વિઝમાં આપને ખૂબ જ અગત્યની ઘણી બધી સુવિધાઓ આપવામાં આવેલ છે...

જો આપ ખોટો જવાબ પસંદ કરશો તો ક્વિઝ પૂરી કર્યા બાદ આપને પરિણામ અને સાચો જવાબ પણ જાણવા મળશે...

ખાસ અગત્યની બાબત એ છે આ ક્વિઝમાં પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય સિવાયના પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી આપને નવી માહિતી પ્રાપ્ત થશે...

આપ આ ક્વિઝનો યોગ્ય ઉપયોગ કરી આપના જ્ઞાનમાં વધારો કરી શકો છો...

You need to add questions

Your score is

The average score is 0%

0%

STD 11 ACCOUNT CH 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો

STD 11 ACCOUNT CH 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો

STD 11 ACCOUNT CH 3 GST

STD 11 ACCOUNT CH 4 આમનોંધ

Std 11 Account ch 5 હિસાબી સમીકરણ

Std 11 Account ch 6 પેટાનોંધ

Std 11 Account ch 7 રોકડમેળ

Std 11 Account ch 8 ખાસ આમનોંધ

Std 11 Account ch 9 ખાતાવહી ખતવણી

Std 11 Account ch 10 કાચું સરવૈયું

 

 

Exit mobile version