Std 11 Account ch 6 પેટાનોંધ
STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS
CH 6 પેટાનોંધ
Std 11 Account Most imp Questions
આમનોંધ એ નામાનો મૂળ ચોપડો છે.
તેમાં બધા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે.
ખરીદનોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે.
ખરીદનોંધને જમાનોંધ પણ કહે છે.
વેચાણનોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારો નોંધવામાં આવે છે.
વેચાણનોંધને ઉધારનોંધ પણ કહે છે.
ખરીદમાલ – પરતનોંધને માલ – પરત ઉધારનોંધ કહે છે.
જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારી પાસેથી વળતર મેળવવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે છે, તેને ઉધારચિઠ્ઠી કહે છે.
વેચાણ માલ પરત નોંધને માલ પરત જમાનોંધ પણ કહે છે.
જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે રકમ જમા કરવામાં આવે છે. તે અંગે ગ્રાહકને જાણ કરતી જે ચિઠ્ઠી મોકલવામાં આવે છે, તેને જમાચિઠ્ઠી કહે છે.
નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
1. ઉધાર ખરીદીની નોંધ ………… માં થાય છે.
જવાબ :- ખરીદનોંધ
2. મિલકતની ઉધાર ખરીદીની નોંધ ………… માં થાય છે.
જવાબ :- ખાસ આમનોંધ
3. માલની રોકડ ખરીદીની નોંધ …………… માં થાય છે.
જવાબ :- રોકડમેળ
4. માલના ઉધાર વેચાણની નોંધ ………….. માં થાય છે.
જવાબ :- ઉધારનોંધ
5. ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે છે ?
જવાબ :- ઉધારચિઠ્ઠી
6. ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે ?
જવાબ :- ઉધારચિઠ્ઠી
7. ખાસ આમનોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે ?
જવાબ :- મિલકતનું ઉધાર ખરીદ – વેચાણ
8. મનોજે રૂ.10000 નો માલ 10 % વેપારી વટાવે ખરીદ્યો. મુલ્યવૃદ્ધિ વેરો 5 % , અડધી રકમ તાત્કાલિક ચૂકવી દેવામાં આવી. ખરીદનોંધમાં કઈ રકમથી નોંધ થશે ?
જવાબ :- રૂ.9450
9. નિલેશ મોબાઈલના ખરીદ – વેચાણનો ધંધો કરે છે. નિલેશે રૂ.25000 નું ફર્નિચર પંકજ માર્ટમાંથી ખરીદ્યું હોય, તો તેની ક્યાં નોંધ થશે ?
જવાબ :- ખાસ આમનોંધ
10. ગ્રાહક માલ પરત કરે ત્યારે કઈ પેટાનોંધમાં થાય છે ?
જવાબ :- માલ – પરત જમાનોંધ
11. માલ પરત ઉધાર નોંધમાં કયા વ્યવહારો નોંધાય છે ?
જવાબ :- ઉધાર ખરીદમાલ પરતના
12. ખરીદનોંધના કેટલા પ્રકાર છે ?
જવાબ :- બે
13. ખરીદ પરતનોંધ નું બીજું નામ શું છે ?
જવાબ :- માલ પરત ઉધારનોંધ
14. જ્યારે ઉધાર ખરીદેલ માલનું ભરતિયું વધુ રકમનું મળે ત્યારે કઈ ચિઠ્ઠી લખીને મોકલવામાં આવે છે ?
જવાબ :- ઉધારચિઠ્ઠી
15. વેચાણ પરત નોંધનો અગત્યનો દસ્તાવેજ એટલે….
જવાબ :- જમાચિઠ્ઠી
16. માલ પરત ઉધાર એટલે….
જવાબ :- ખરીદમાલ પરત
17. નમૂના તરીકે રૂ.700 નો માલ મળ્યો. આ નોંધ ક્યાં થશે ?
જવાબ :- નોંધ થશે નહિ
18. ધંધામાં થતા એકસરખા પ્રકારના વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતા વિવિધ ચોપડા એટલે….
જવાબ :- પેટાનોંધ
19. ખાનાંવાળી વેચાણનોંધના કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ :- બે
20. શું રાખવાથી દરેક પ્રકારના વ્યવહાર નોંધવાની જવાબદારી અમુક ચોક્કસ વ્યક્તિને સોંપી શકાય છે ?
જવાબ :- પેટાનોંધ
21. મળેલી જમાચિઠ્ઠીને આધારે કોનું ખાતું ઉધાર કરવામાં આવે છે ?
જવાબ :- વેપારી
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
1. પેટાનોંધો એટલે શું ?
જવાબ :- એક જ પ્રકારના વારંવાર થતાં વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટાનોંધો.
2. પેટાનોંધોના કેટલા અને કયા પ્રકાર છે ?
જવાબ :- પેટાનોંધના ચાર પ્રકાર છે.
(૧) રોકડમેળ
(૨) માલ અંગેની પેટાનોંધ
(૩) હૂંડી અંગેની પેટાનોંધ
(૪) ખાસ આમનોંધ
3. ખાસ આમનોંધમાં કયા પ્રકારના વ્યવહારો નોંધાય છે ?
જવાબ :- ખાસ આમનોંધમાં સામાન્ય રીતે હવાલાનોંધ, આખરનોંધ, ખાતાની ફેરબદલીની નોંધ વગેરે વ્યવહારો નોંધાય છે.
4. ઉધારચિઠ્ઠી એટલે શું ?
જવાબ :- જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે સામેના વેપારી પાસેથી વળતર મેળવવા જે ચિઠ્ઠી લખવામાં આવે છે, તેને ઉધારચિઠ્ઠી કહે છે.
5. જમાચિઠ્ઠી એટલે શું ?
જવાબ :- જ્યારે કોઈ ગ્રાહક તેણે ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે ગ્રાહક ખાતે તેણે પરત કરેલ માલની રકમ જમા કરવા જે ચિઠ્ઠી મોકલવામાં આવે છે, તેને જમાચિઠ્ઠી કહે છે.
6. માલની ઉધાર ખરીદીનો વ્યવહાર કઈ પેટાનોંધમાં નોંધાશે ?
જવાબ :- માલની ઉધાર ખરીદીનો વ્યવહાર ખરીદનોંધમાં નોંધાશે.
7. ખરીદનોંધનું બીજું નામ આપો.
જવાબ :- ખરીદનોંધને જમાનોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે.
8. વેપારી ખરીદનોંધ કેટલી મુદતની રાખી શકે ?
જવાબ :- વેપારી ખરીદનોંધ પોતાની જરૂરિયાત અને અનુકૂળતા મુજબ નિયત મુદતની રાખી શકે છે. આ મુદત અઠવાડિક, પખવાડિક, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક હોય શકે.
9. ખરીદનોંધના પ્રકારો કેટલા અને કયા કયા ?
જવાબ :- ખરીદનોંધના મુખ્ય બે પ્રકાર છે.
(૧) સાદી ખરીદનોંધ
(૨) ખાનાંવાળી ખરીદનોંધ
10. માલના પ્રકાર મુજબ ખાનાંવાળી ખરીદનોંધનો ઉપયોગ ક્યારે થાય છે ?
જવાબ :- જ્યારે વેપારી એક કરતાં વધુ પ્રકારની ચીજવસ્તુઓ ખરીદે ત્યારે તે દરેક વસ્તુ માટે અલગ અલગ ખરીદનોંધ તૈયાર કરવાને બદલે માલના પ્રકાર મુજબ ખાનાંવાળી ખરીદનોંધ તૈયાર કરે છે.
11. પેટાનોંધના બે ફાયદા જણાવો.
જવાબ :- પેટાનોંધના બે ફાયદા નીચે મુજબ છે.
(૧) પેટાનોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકાય છે.
(૨) ઓડિટરનું હિસાબો તપાસવાનું કાર્ય સરળ અને ઝડપી બને છે.
12. વેચાણનોંધમાં કયા વ્યવહારો નોંધાય છે ?
જવાબ :- વેચાણનોંધમાં માલના ઉધાર વેચાણના વ્યવહારો નોંધાય છે.
13. ખરીદ પરતનોંધ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ :- ખરીદ પરતનોંધને માલ પરત ઉધારનોંધના નામે ઓળખવામાં આવે છે.
14. ઉધારચિઠ્ઠી કોણ કોના પર લખે છે ?
જવાબ :- માલ ખરીદનાર વેપારી માલ વેચનાર વેપારી પર ઉધારચિઠ્ઠી લખે છે.
15. જમાચિઠ્ઠી ક્યારે લખવામાં આવે છે ?
જવાબ :- ગ્રાહકે પરત કરેલ માલની રકમ તેમના ખાતે જમા કરી છે તેની જાણ માટે જમાચિઠ્ઠી લખવામાં આવે છે.
16. વેચાણ પરતનોંધ તૈયાર કરવા માટે કયો દસ્તાવેજ અગત્યનો છે ?
જવાબ :- વેચાણ પરતનોંધ તૈયાર કરવા માટે જમાચિઠ્ઠી એ અગત્યનો દસ્તાવેજ છે.
17. જમાચિઠ્ઠી કયાં કારણોસર લખવામાં આવે છે ?
જવાબ :- જમાચિઠ્ઠી આ કારણોસર લખવામાં આવે છે.
(૧) ગ્રાહક કોઈ પણ કારણસર વેચેલ માલ પરત કરે
(૨) ગ્રાહકને વધુ રકમનું ભરતિયું મોકલેલ હોય
(૩) હિસાબી ગણતરીમાં ભૂલ હોય
(૪) ગ્રાહકને કોઈ પણ પ્રકારનું વળતર આપવાનું હોય
18. દેવીહૂંડી નોંધમાં કયા વ્યવહારો નોંધાય છે ?
જવાબ :- દેવીહૂંડી નોંધમાં વેપારી પોતે સ્વીકારેલ હુંડીઓના વ્યવહારો નોંધે છે.
19. ખર્ચ સહિતની ખરીદ – પરતનોંધમાં મહાજન લાગાનો શા માટે સમાવેશ થતો નથી ?
જવાબ :- ખર્ચ સહિતની ખરીદ પરતનોંધમાં મહાજન લાગાનો સમાવેશ થતો નથી, કારણ કે મહાજન લાગાની રકમ પરત મળતી નથી.