STD 11 ACCOUNT MOST IMPORTANT QUESTIONS 2023
STD 11 ACCOUNT PART 1 CH 4
ધોરણ 11 એકાઉન્ટ ભાગ 1 ch 4 આમનોંધ
STD 11 ACCOUNT MOST IMP QUESTIONS
CH 4 આમનોંધ
ઉધાર – જમાના નિયમોને અનુસરીને વ્યવહારોને વ્યવસ્થિત રીતે નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમનોંધ.
આમનોંધ એ નામાનો મૂળ પ્રાથમિક કે બુનિયાદી ચોપડો છે.
કાચી નોંધ કે જેને ટાંચણ અથવા ટિપ્પણ કહે છે.
વટાવના બે પ્રકાર છે.
(૧) વેપારી વટાવ (૨) રોકડ વટાવ
વેપારી વટાવ ચોપડે નોંધાતો નથી, જ્યારે રોકડ વ્યવહારની ચોપડે નોંધ થાય છે.
નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
1. આમનોંધ એ હિસાબી વ્યવહારોનો ……… છે.
જવાબ :- મૂળભૂત ચોપડો
2. બેન્કમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ………. ખાતે ઉધાર થાય છે.
જવાબ :- ઉપાડ
3. મિલકત ખરીદતા થયેલ ખર્ચ ………… ખાતે ઉધાર થાય છે.
જવાબ :- મિલકત
4. આમનોંધના ઉધાર – જમા બંને બાજુના સરવાળા ………. થાય છે.
જવાબ :- સમાન
5. નમૂના તરીકે માલ જાય તો …………. ખાતે ઉધારાય છે.
જવાબ :- જાહેરાત ખર્ચ
6. આમનોંધમાં અસર પામતા બે કરતા વધુ ખાતા હોય તે આમનોધને કઈ આમનોંધ કહે છે ?
જવાબ :- સંયુક્ત
7. નામાનો મૂળ ચોપડો કયો ?
જવાબ :- આમનોંધ
8. જો બેંક, બેંક ચાર્જીસની રકમ વેપારીના ખાતે નોંધ, તો બેન્કસિલકની બાકીમાં શું અસર થાય ?
જવાબ :- ઘટાડો થાય
9. ગ્રાહક પાસેથી લેણાં પેટે મળેલ ચેક બેંકમાં ભરવાથી……
જવાબ :- બેંક ઓવરડ્રાફ્ટ ઘટે
10. કયા પ્રકારના વ્યવહારમાં ઘાલખાધનું જોખમ રહેલું છે ?
જવાબ :- ઉધાર / શાખ
11. ધંધામાંથી આવકવેરો ચેકથી ભરવાથી કયું ખાતું ઉધાર થશે ?
જવાબ :- ઉપાડ ખાતું
12. યંત્ર ગોઠવણીની મજૂરીની રકમ કયા ખાતે ઉધારાશે ?
જવાબ :- યંત્ર ખાતે
13. હિસાબી ચોપડે શાની નોંધ ન થાય ?
જવાબ :- વેપારી વટાવ
14. કદર આપવામાં આવે ત્યારે શું કહેવાય ?
જવાબ :- ધંધાનો ખર્ચ
15. કસરમાં વેપારીઓ વચ્ચે શું હોય છે ?
જવાબ :- સમજૂતી
16. ફ્રેન્ચ શબ્દ jour નો અર્થ………
જવાબ :- દિવસ
17. અંગ્રેજી શબ્દ journal કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ?
જવાબ :- લેટિન
18. આમનોંધના ચોપડાને કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે ?
જવાબ :- બુનિયાદી
19. કાચી નોંધ કયા નામે ઓળખાય છે ?
જવાબ :- ટાંચણ
20. …………. હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણાતી નથી.
જવાબ :- કાચી નોંધ
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
1. આમનોંધ એટલે શું ?
જવાબ :- આમનોંધ એટલે નામાનો એવો ચોપડો જેમાં બધા હિસાબી વ્યવહારો ક્રમવાર સૌપ્રથમ નોંધવામાં આવે છે તથા વ્યવહારની ટુંકી સમજૂતી પણ તેમાં નોંધવામાં આવે છે.
2. વટાવના પ્રકાર જણાવો.
જવાબ :- વટાવના બે પ્રકાર છે. (૧) વેપારી વટાવ (૨) રોકડ વટાવ
3. સંયુક્ત આમનોંધ ક્યારે લખવામાં આવે છે ?
જવાબ :- કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક જ સમયે જ્યારે બે કરતાં વધુ ખાતા સંકળાયેલા હોય, તો સંયુક્ત આમનોંધ લખવામાં આવે છે.
4. ખરીદેલ માલ વેપારીને પરત કરવામાં આવે તો કયા ખાતે જમા થાય છે ?
જવાબ :- ખરીદેલ માલ વેપારીને પરત કરવામાં આવે તો ખરીદ – પરત ખાતે જમા થાય છે.
5. અન્ય રીતે માલની જાવકના ત્રણ ઉદાહરણ આપો.
જવાબ :- (૧) અંગત વપરાશ માટે લીધેલ માલ (૨) જાહેરાતમાં નમૂના તરીકે વહેંચેલ માલ (૩) ધર્માદામાં આપેલ માલ
6. આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો કેમ ગણાય છે ?
જવાબ :- આમનોંધ એવો મૂળભૂત ચોપડો છે, જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડો લખાય છે.
7. કાચી નોંધ અન્ય કયા નામે ઓળખાય છે ?
જવાબ :- કાચી નોંધ ટાંચણ કે ટિપ્પણના નામે પણ ઓળખાય છે.
8. બા. જે. એટલે શું ?
જવાબ :- બા. જે. એટલે વ્યવહારની ટુંકી સમજૂતી.
બા. જે. વ્યવહાર વિશેની માહિતી આપે છે.
9. કસર કોને કહે છે ?
જવાબ :-
QUIZ : ACCOUNT CH 4 ONLINE MCQ TEST
STD 11 ACCOUNT CH 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો
STD 11 ACCOUNT CH 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો
Std 11 Account ch 5 હિસાબી સમીકરણ
Std 11 Account ch 8 ખાસ આમનોંધ
Std 11 Account ch 9 ખાતાવહી ખતવણી
Std 11 Account ch 10 કાચું સરવૈયું