શિક્ષણમાં વાદ
આદર્શવાદ
અતિ પ્રાચીન અને પ્રાચીન વિચારસરણી સાથે જોડાયેલ વાદ કયો છે ?
જવાબ :- આદર્શવાદ
આદર્શવાદના પ્રણેતા કોણ છે ?
જવાબ :- પ્લેટો
આદર્શવાદને અંગ્રેજીમાં શું કહે છે ?
જવાબ :- Idealism
આદર્શવાદ કયા પ્રકારના શિસ્તમાં માનનારો વાદ છે ?
જવાબ :- કડક શિસ્ત
આદર્શવાદ મુજબ અંતિમ સત્ય શું છે ?
જવાબ :- આધ્યત્મિકતા કે ચિંતન કે વિચાર
વસ્તુ કરતા વિચારનું મહત્વ વધુ આપનારો વાદ
પ્રકૃતિવાદ
પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે ?
જવાબ :- જીન જેક રૂસો
પ્રકૃતિવાદને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ :- પદાર્થવાદ, ભૌતિકવાદ અને નિસર્ગવાદ
પ્રકૃતિવાદને અંગ્રેજીમાં શું કહે છે ?
જવાબ :- Naturalism
પ્રકૃતિવાદ કયા પ્રકારના શિસ્તમાં માનનારો વાદ છે ?
જવાબ :- મુક્ત શિસ્ત
પ્રકૃતિવાદ મુજબ અંતિમ સત્ય શું છે ?
જવાબ :- પ્રકૃતિ જ સર્વસ્વ
વાસ્તવવાદ
વાસ્તવવાદના પ્રણેતા કોણ છે ?
જવાબ :- હર્બર્ટ સ્પેન્સર
કયા વાદને યથાર્થવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
જવાબ :- વાસ્તવવાદ
વાસ્તવવાદને અંગ્રેજીમાં શું કહે છે ?
જવાબ :- Realism
વાસ્તવવાદ કયા પ્રકારના શિસ્તમાં માનનારો વાદ છે ?
જવાબ :- મુક્ત શિસ્ત અને કડક શિસ્ત બંને એટલે કે પ્રતિભાશાળી શિસ્તમાં માનનારો વાદ છે.
વાસ્તવવાદ મુજબ અંતિમ સત્ય શું છે ?
જવાબ :- વસ્તુ જ સર્વસ્વ
વ્યવહારવાદ
વ્યવહારવાદના પ્રણેતા કોણ છે ?
જવાબ :- વિલિયમ જેમ્સ
વ્યવહારવાદને અંગ્રેજીમાં શું કહે છે ?
જવાબ :- Pragmatism
વ્યવહારવાદમાં કિલ પેટ્રિક અને જ્હોન ડ્યુઇનો પણ મહત્વનો ફાળો છે.
વ્યવહારવાદને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ :- પ્રયોજનવાદ, પ્રયોગવાદ, નિમીતવાદ, ઉપકરણવાદ અને ઉપયોગિતાવાદ
વ્યવહારવાદ કયા પ્રકારના શિસ્તમાં માનનારો વાદ છે ?
જવાબ :- સ્વયં શિસ્ત
વ્યવહારવાદ મુજબ અંતિમ સત્ય શું છે ?
જવાબ :- પરિવર્તન જ અંતિમ સત્ય
શિક્ષણમા વાદ
DOWNLOAD PDF