રાજનીતિ અને શાસનતંત્ર । ભારતીય બંધારણ

રાજનીતિ અને શાસનતંત્ર

ભારતીય બંધારણ

1. ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?
જવાબ :- સી. રાજગોપલાચારી

2. લોકસભાના સભ્ય થવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ ?
જવાબ :- 25 વર્ષ

3. રાજ્ય સભામાં દર વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે ?
જવાબ :- 1 / 3

4. સંસદનું નીચલું ગૃહ કયું છે ?
જવાબ :- લોકસભા

5. સંસદનું ઉપલું ગૃહ કયું છે ?
જવાબ :- રાજ્યસભા

6. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?
જવાબ :- ગણેશ વાસુદેવ માવળંકર

7. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ બને છે ?
જવાબ :- ઉપરાષ્ટ્રપતિ

8. રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે ?
જવાબ :- 250

9. સમાન્ય રીતે સંસદમાં એક વર્ષમાં કેટલા સત્ર યોજાય છે ?
જવાબ :- 3

10. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?
જવાબ :- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

11. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની વયમર્યાદા કેટલી છે ?
જવાબ :- 65 વર્ષ

12. ભારતમાં લશ્કરની ત્રણેય પાંખના સર્વોચ્ચ સેનાપતિ તરીકે કોણ હોય છે ?
જવાબ :- રાષ્ટ્રપતિ

13. વડી અદાલતના ન્યાયમૂર્તિની વયમર્યાદા કેટલી હોય છે ?
જવાબ :- 62 વર્ષ

14. રાજ્યસભાના સભ્યોનો સમયગાળો કેટલો હોય છે ?
જવાબ :- 6 વર્ષ

15. વિધાનસભાની મુદત કેટલા વર્ષની હોય છે ?
જવાબ :- 5 વર્ષ

16. રાજ્યના પ્રથમ નાગરિક કોણ કહેવાય છે ?
જવાબ :- રાજ્યપાલ

17. આપણા દેશના બંધારણના ઘડવૈયા કોણ હતા ?
જવાબ :- ડૉ. બાબા સાહેબ આંબેડકર

18. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ?
જવાબ :- ભારત

19. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
જવાબ :- જવાહરલાલ નેહરુ

20. વંદે માતરમ્ ગીત કઈ નવલકથામાંથી લેવાયું છે ?
જવાબ :- આનંદમઠ

21. આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
જવાબ :- સરદાર વલ્લભભાઈ પટેલ

22. ભારતના બંધારણનું હૃદય કોને કહે છે ?
જવાબ :- આમુખ

23. ભારતના બંધારણનો આત્મા કોને કહે છે ?
જવાબ :- આમુખ

24. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
જવાબ :- ડૉ. બાબા સાહેબ આંબેડકર

25. લોકસભાની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે ?
જવાબ :- 5 વર્ષ

26. રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે ?
જવાબ :- 12

27. ખરડા પર કોની સહી થાય ત્યારે તે કાયદો બને છે ?
જવાબ :- રાષ્ટ્રપતિ

28. આપણું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?
જવાબ :- 26 જાન્યુઆરી 1950

29. ભારતના નાગરિકને કેટલા વર્ષે મતાધિકાર પ્રાપ્ત થાય છે ?
જવાબ :- 18 વર્ષે

30. બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે નાણાંપંચની નિમણુંક કરે છે ?
જવાબ :- કલમ 280

31. ભારતીય સંસદના અંગો કયા કયા છે ?
જવાબ :- રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા

32. રાષ્ટ્રપતિ સંસદમાં કેટલા સભ્યોની નિમણુંક કરે છે ?
જવાબ :- 14

33. લોકસભામાં કેટલા સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે ?
જવાબ :- 2

34. કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કઈ કલમ મુજબ કરવામાં આવે છે ?
જવાબ :- કલમ 168

35. અખિલ ભારતીય સેવા અંગે જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
જવાબ :- 312

36. ભારતની બંધારણ સભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા ?
જવાબ :- ડૉ. સચ્ચિદાનંદ સિંહા

37. ભારતના બંધારણનો કેટલામો સુધારો 18 વર્ષની વયથી મતાધિકાર આપે છે ?
જવાબ :- 61 મો સુધારો

38. ભારતનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ?
જવાબ :- લોકસભા

39. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
જવાબ :- 35 વર્ષ

40. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયેલ નથી ?
જવાબ :- વિધાન પરિષદના સભ્યો

41. અંદાજપત્ર પર સામાન્ય રીતે કેટલા દિવસ ચર્ચા ચાલે છે ?
જવાબ :- 4 દિવસ

42. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?
જવાબ :- જવાહરલાલ નહેરુ

43. ભારતનું બંધારણ ઘડવાનું કાર્ય કઈ સભાએ કર્યું હતું ?
જવાબ :- બંધારણ સભા

44. ભારતના બંધારણની રચના કઈ યોજના હેઠળ થઈ હતી ?
જવાબ :- કેબિનેટ મિશન પ્લાન

45. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
જવાબ :- 9 ડિસેમ્બર 1946

46. બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા ?
જવાબ :- ડૉ. બી. આર. આંબેડકર

47. ભારતની બંધારણ સભાના પ્રમુખ કોણ હતાં ?
જવાબ :- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

48. બંધારણ સભા કુલ કેટલા સભ્યોની બનેલી હતી ?
જવાબ :- 389 સભ્યો

49. ભારતનું બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો ?
જવાબ :- 2 વર્ષ 11 માસ અને 18 દિવસ

50. ભારતના બંધારણમાં કટોકટીની વ્યવસ્થાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયો છે ?
જવાબ :- જર્મની

51. ભારતનું બંધારણ ઘડવા માટે અંદાજીત કેટલો ખર્ચ થયો હતો ?
જવાબ :- 64 લાખ રૂપિયા

52. ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે ?
જવાબ :- 12 પરિશિષ્ટ

53. ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે ?
જવાબ :- 450

54. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂરું થયું હતું ?
જવાબ :- 26 નવેમ્બર 1949

55. બંધારણમાં આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
જવાબ :- અમેરિકા

56. ભારતમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
જવાબ :- આયર્લેન્ડ

57. બંધારણમાં મૂળભૂત અધિકારોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
જવાબ :- યુ.એસ.એ.

58. બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
જવાબ :- રશિયા

59. બંધારણમાં સંસદીય પ્રકારની લોકશાહીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
જવાબ :- યુ.કે.

60. બંધારણમાં સમવાયી તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
જવાબ :- કેનેડા

61. બંધારણના મૂળભૂત હકો અને અધિકારો કયા ભાગમાં દર્શાવાયેલ છે ?
જવાબ :- ભાગ – 3

62. સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદ વચ્ચે સમાવાયેલ છે ?
જવાબ :- અનુચ્છેદ 19 થી 22

63. જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે ?
જવાબ :- અનુચ્છેદ 21

64. 6 થી 14 વર્ષના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે ?
જવાબ :- અનુચ્છેદ 21 ( A )

65. બંધારણના કયા અનુચ્છેદમાં શ્રદ્ધા અનુસાર ઉપવાસ કરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે ?
જવાબ :- અનુચ્છેદ 25

66. બંધારણના કયા અનુચ્છેદમાં બાળમજૂરી વિરોધી જોગવાઈ છે ?
જવાબ :- અનુચ્છેદ 24

67. બંધારણના કયા સુધારાથી નાગરિકની મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી ?
જવાબ :- 42 માં

68. કઈ સમિતિની ભલામણથી બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી ?
જવાબ :- સ્વર્ણસિંઘ સમિતિ

69. બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં દર્શાવેલ છે ?
જવાબ :- ભાગ – 4

70. બંધારણના કયા ભાગમાં નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે ?
જવાબ :- ભાગ – 4 ( કલમ 51 – ક )

71. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
જવાબ :- 35 વર્ષ

72. રાષ્ટ્રપતિ કોની સમક્ષ પોતાની ફરજના શપથ ગ્રહણ કરે છે ?
જવાબ :- સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ

73. રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી શકે છે ?
જવાબ :- કલમ 356

74. રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ કટોકટી જાહેર કરી શકે છે ?
જવાબ :- કલમ 352

75. નાણાકીય કટોકટી કઈ કલમ હેઠળ દાખલ કરાય છે ?
જવાબ :- કલમ 360

76. ભારતની લોકસભામાં કુલ કેટલી બેઠકો છે ?
જવાબ :- 545

77. બંધારણમાં સંયુક્ત યાદીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
જવાબ :- ઓસ્ટ્રેલિયા

78. બંધારણમાં ગણતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
જવાબ :- ફ્રાન્સ

79. બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે ?
જવાબ :- કલમ 63

80. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?
જવાબ :- ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

81. બંધારણની કઈ કલમ દ્વારા મંત્રીમંડળની રચના કરવામાં આવે છે ?
જવાબ :- કલમ – 74

82. મંત્રીમંડળના અધ્યક્ષ કોણ છે ?
જવાબ :- વડાપ્રધાન

83. કેન્દ્રીય મંત્રીમંડળની મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના વધુમાં વધુ કેટલા ટકા હોય શકે ?
જવાબ :- 15 %

84. કેન્દ્રીય મંત્રીમંડળની મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછાં કેટલા ટકા હોય શકે ?
જવાબ :- 12 %

85. બંધારણની કઈ કલમમાં પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે ?
જવાબ :- કલમ 74 ( 1 )

86. હાલના લોકસભાના સ્પીકર કોણ છે ?
જવાબ :- ઓમ બિરલા

87. લોકસભામાં રાષ્ટ્રપતિ કઈ જાતિના બે સભ્યોની નિમણુંક કરે છે ?
જવાબ :- એંગ્લો ઈન્ડિયન

88. ભારતના કુલ કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં છે ?
જવાબ :- 6 રાજ્યો

89. બંધારણની કઈ કલમ હેઠળ એટર્ની જનરલની નિમણુંક થાય છે ?
જવાબ :- કલમ 76

90. વિધાનસભામાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?
જવાબ :- 60

91. વિશિષ્ઠ જોગવાઈ અનુસાર ગોવા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભામાં સભ્ય સંખ્યા કેટલી છે ?
જવાબ :- 40

92. વિશિષ્ઠ જોગવાઈ અનુસાર સિક્કિમમાં વિધાનસભામાં સભ્ય સંખ્યા કેટલી છે ?
જવાબ :- 32

93. હાલમાં ભારત સરકારના મુખ્ય સરકારી વકીલ કોણ છે ?
જવાબ :- કે. કે. વેણુગોપાલ

94. હાલમાં ભારત સરકારના ક્રોમ્પ્ટોલર અને ઓડિટર જનરલ કોણ છે ?
જવાબ :- શશીકાંત શર્મા

95. એડવોકેટ જનરલની નિમણુંક કોણ કરે છે ?
જવાબ :- હાઈકોર્ટના ન્યાયધીશ

96. બંધારણના કયા અનુચ્છેદમાં નાણાંપંચની રચનાની જોગવાઈ છે ?
જવાબ :- અનુચ્છેદ 280

97. વિધાન પરિષદની રચના કઈ કલમ હેઠળ થાય છે ?
જવાબ :- કલમ 168

98. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
જવાબ :- 30 વર્ષ

99. વિધાન સભામાં સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
જવાબ :- 25 વર્ષ

100. વિધાન પરિષદમાં સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
જવાબ :- 30 વર્ષ

101. કેન્દ્રની સંઘયાદીમાં કુલ કેટલા વિષયો સમાયેલા છે ?
જવાબ :- 97

102. રાજ્યયાદીમાં કુલ કેટલા વિષયો સમાયેલા છે ?
જવાબ :- 66

103. સયુંકત યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરાયો છે ?
જવાબ :- 47

104. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે ?
જવાબ :- 22

105. બંધારણ માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે ?
જવાબ :- આઠમા પરિશિષ્ટ

106. બંધારણમાં 11 મું પરિશિષ્ટ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યું ?
જવાબ :- 73 માં સુધારાથી

107. બંધારણમાં 12 મું પરિશિષ્ટ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યું ?
જવાબ :- 74 માં સુધારાથી

108. કોંગ્રેસ પક્ષની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ :- 1885 માં એ. ઓ. હ્યુમે

109. ભારતના પ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા ?
જવાબ :- બળદેવસિંહ

110. ભારતના પ્રથમ શિક્ષણ અને કાયદા મંત્રી કોણ હતા ?
જવાબ :- મૌલાના આઝાદ

111. ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કર્યો હતો ?
જવાબ :- 22 જુલાઈ 1947 ( આઝાદીના 24 દિવસ પહેલા )

112. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહોની મુખાકૃતિ છે ?
જવાબ :- 4

113. રાષ્ટ્રીય ચિહ્નમાં લખાયેલ ‘ સત્યમેવ જયતે ‘ કયા ઉપનિષદમાંથી લેવાયું છે ?
જવાબ :- મુંડક ઉપનિષદ

114. આપણા રાષ્ટ્રગાન ‘ જન ગણ મન ‘ ના રચયિતા કોણ છે ?
જવાબ :- રવીન્દ્રનાથ ટાગોર

115. ભારતના રાષ્ટ્રગાન ‘ જન ગણ મન ‘ નો સ્વીકાર ક્યારે થયો હતો ?
જવાબ :- 24 જાન્યુઆરી 1950

rajniti

DOWNLOAD PDF

રાજનીતિ અને શાસનતંત્ર

Leave a Comment

error: Content is protected !!