નિપાત ગુજરાતી વ્યાકરણ
Nipat Gujarati Vyakaran PDF
આ આર્ટીકલમા અમે નિપાત ગુજરાતી વ્યાકરણ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. નિપાત એટલે શું? નિપાતના પ્રકારો કેટલા ? નિપાતના પ્રકારો ક્યાં ક્યાં ? તે ઉપરાંત દરેક પ્રકારના નિપાત ના ઉદાહરણો પણ અલગ અલગ લિસ્ટ આપ્યું છે.
નિપાત નો અર્થ શું ?
નિપાત meaning ?
નિપાત શબ્દનો અર્થ શું ?
આ બ્લોગ માં અમે નિપાત વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, જે નીચે મુજબ છે.
ગુજરાતી વ્યાકરણ નિપાત
[1] ‘જ’ :
આ નિપાત ભારપૂર્વક કથન માટે વપરાય છે અને વાક્યના જે પદ સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છે.
દા.ત.
- વિશાળ જગવિસ્તારે નથી એક જ માનવી.
- તમે જ કહો ને !
- બેઉ બહેનો મારા જ ઓરડામાં રમતમાં પડી.
- જીવનમાં પહેલી જ વાર તેણે આંસુ જોયાં.
- ફળિયું એટલે લગભગ બધું જ.
આ નિપાત પણ ભારપૂર્વક કથન માટે વપરાય છે. ‘બીજું નહિ તોપણ આ’ – એવા અર્થમાં વપરાય છે.
દા. ત.,
- દસ બજે તો ટિકટું લીધી.
- પીઠી ભરી તો લાડલી રુએ.
- વહોરવું હોય તો વહોરી લેજો.
- આપણે તો બડભાગી , ખમીરનું આજ ગવાય રે ગાન.
- છાયા દેખાવડી ન હતી એમ તો ન હતું.
આ નિપાત આગ્રહ કે ખાતરી કરવાનો અર્થ – દઢીકરણનો – દર્શાવે છે.
દા. ત.,
- રજા પડે તંઈ ચા પીવા આવશો ને ?
- રમઝ મીર શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહિ ને ?
- ડામેશ કરશે, એમ ના ? (‘ને’ના અર્થમાં ‘ના’)
- આજ તો ‘ફીવર’ નથી ના ? (‘ને’ના અર્થમાં ‘ના’)
- તમે જ કહો ને ?
[4] ‘ય’ , ‘પણ’ , ‘સુધ્ધાં’ :
દા. ત. ,
- બને, તોયે કો’નાં ઉર – ઉપવનો ધ્વસ્ત કરવાં.
- કદીયે કો ટાણે, મુજ થકી કશુંયે નવ બને.
- શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે ?
- જુગનો તે જુગ એમાં વીત્યો, (અહીં ‘તે’ , ‘ય’નો અર્થમાં છે, તેની નોંધ લેવી.)
- એણે ખાધું સુદ્ધાં નહિ,
- માજી વળી થોડી વાર જોઈ રહ્યાં,(‘વળી’, ‘પણ’ ના અર્થમાં છે.)
આ નિપાત આદર કે વિનયવાચક છે.
દા. ત. ,
- સિધાવો જી રણવાટ ,
- હે જી અમે રંગોની રચનાય દઈએ !
- એ છે ભૂલ સચિવજી ! મુજ તણી , ના તે સુધારી શકું.
- બોલો , કીર્તિદવજી ! શું કામ છે ?
- તેમાં મુંશીજી આવે છે.
‘ખર’ નાં રૂપો (ખરો, ખરી , ખરાં, ખરું). અવધારણાવાચક નિપાત છે.
દા. ત. ,
- એ નિમંત્રણનો દોરવાયો હું મળવા જાઉં પણ ખરો .
- તમારો સસરો રોજ આમ કરે છે ખરા.
સીમાવાચક કે અન્ય વ્યાવર્તકતા (આ સિવાય બીજું નહિ) નો અર્થ દર્શાવે છે.
દા. ત. ,
- તે સર્વના પરાક્રમની કૂંચી માત્ર એક જ હતી.
- અભણ રમઝ ડોસા પાસે શબ્દો નહોતા કેવળ સૂર હતા .
- માત્ર પરગામથી ગગો પરણાવવા આવેલાંને આ વાતની જાણ નહોતી.
- પહેલાં તે માત્ર શરમથી મોટું સંતાડતો.
- માયાને તૈયાર થતાં ફક્ત દસ મિનિટ લાગે છે.
- ગાડું છેક નજીક આવ્યું.
અનુમતિદર્શક નિપાત છે.
દા. ત.,
- અને ટાઇપ મેં કરી આપ્યું છે, હોં રાઘવન !
આપણે ભારવાચક, ખાતરી કે આગ્રહવાચક, અંતર્ભાવવાચક, આદર કે વિનયવાચક, અવધારણાવાચક , સીમાવાચક (અન્યથાવર્તતા વાચક), અનુમતિવાચક એવા નિપાતોના પ્રકારો પણ પાડી શકીએ.
Nipat Gujarati Vyakaran PDF Download
આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!